Tuesday, 01/07/2025
Dark Mode

ચાર માસ અગાઉ દફન કરાયેલી મહિલાનો મૃતદેહ બહાર કઢાયો,પુત્રવધુના મૃત્યુ અંગે શંકા વ્યક્ત કરી સસરાએ પોલીસ બાદ કોર્ટના દ્વાર ખખડાવ્યા:વડોદરા સયાજી હોસ્પિટલમાં પી.એમ.કરાશે

ચાર માસ અગાઉ દફન કરાયેલી મહિલાનો મૃતદેહ બહાર કઢાયો,પુત્રવધુના મૃત્યુ અંગે શંકા વ્યક્ત કરી સસરાએ પોલીસ બાદ કોર્ટના દ્વાર ખખડાવ્યા:વડોદરા સયાજી હોસ્પિટલમાં પી.એમ.કરાશે

હિતેશ કલાલ @ સુખસર 

ફતેપુરાના ડુંગર ગામે દફન કરેલી લાશને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે વડોદરા મોકલાઈ,૩૧ ઓગસ્ટની વહેલી સવારે લાશ મળી આવી હતી,ઉચ્ચ કક્ષાએ રજુઆત છતાં કાર્યવાહી ન થતાં ફતેપુરા કોર્ટમાં ફરિયાદ દાખલ કરાવી હતી,પ્રાંત અધિકારી ઝાલોદ અને પોલીસની ઉપસ્થિતિમાં દફન કરેલી લાશ બહાર કઢાઈ, 

સુખસર તા.26
ફતેપુરા તાલુકાના ડુંગર ગામની 24 વર્ષીય પરણિતા ની લાસ 31 ઓગસ્ટે જેના ઘરની નજીક ૭૦ ફૂટ દૂર વહેલી સવારે મળી આવી હતી જેમાં કોઈ પણ જાતની ફરિયાદ કર્યા વગર દફનવિધિ કરી દેવાઈ હતી પરંતુ પરણિતાના સસરા ને શંકા જતા ફરિયાદ દાખલ કરાવવા માટે સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવા છતાં કોઇ કાર્યવાહી ન થતા કોર્ટની શરણ લીધી હતી અને કોર્ટના આદેશ બાદ ગુરૂવારના રોજ પ્રાંત અધિકારી અને પોલીસ ની ઉપસ્થિતિમાં ડુંગર ગામે પરિણીતાની લાશ ને બહાર કઢાઇ હતી અને પોસ્ટમોર્ટમ અર્થે વડોદરા મોકલવામાં આવી હતી.
ફતેપુરા તાલુકાના ડુંગર ગામે 24 વર્ષીય નિશાબેન સુરેશભાઈ પારગી ની 31 ઓગસ્ટે જેના ઘરની નજીકથી વહેલી સવારે લાશ મળી આવી હતી જેમાં પરિવારજનો દ્વારા તબીબને બતાવતા તબીબે મૃત જાહેર કરતા અંતિમવિધિ કરી દેવાઈ હતી ત્યારબાદ આ પરણિતા ની હત્યા કરી હોવાનો શંકા જતા પરિણીતાના સસરા દ્વારા સ્થાનિક પોલીસ મથક તેમજ જિલ્લા અને ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી હતી પરંતુ કોઇ જ કાર્યવાહી ન થતાં વકીલની મદદથી ફતેપુરા કોર્ટમાં ફરિયાદ આપી હતી અને કોર્ટમાં ફરિયાદ દાખલ થતા કોર્ટના આદેશથી ગુરૂવારના રોજ પ્રાંત અધિકારી ચૌધરી ફતેપુરા પી.એસ.આઇ એચ પી દેસાઈ અને ફતેપુરા નાયબ મામલતદાર સિસોદિયા સહિત સ્ટાફ દ્વારા ડુંગર ગામે મૃત નિશાબેન ની લાશ બહાર કાઢવામાં આવી હતી અને પંચનામું કરી પોસ્ટમોર્ટમ અર્થે વડોદરા મોકલવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.

મરણજનાર પરણિતાની શંકાસ્પદ મૃત્યુ અંગે સાસરીપક્ષ દ્વારા સ્થાનિક વહીવટી તંત્રમાં રજૂઆત બાદ કોર્ટના દ્વાર ખખડાવતાં કોર્ટે મામલાની ગંભીરતા જોઈ પી.એમ.ના આદેશ કરાતા સમગ્ર મામલે સત્ય બહાર આવશે:એ.એ.જાબુવા વાલા (વકીલ)

ચોખલાભાઈ લખજીભાઈ પારગી ની ફરિયાદના આધારે અમો દ્વારા સંપૂર્ણ માહિતી બાદ નામદાર કોર્ટ ફતેપુરામાં ફરિયાદ આપતા નામદાર કોર્ટ દ્વારા ફરિયાદ દાખલ કરાઇ હતી અને પોલીસને તપાસ ના આદેશ આપતા પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં નિશાબેન ની લાશને બહાર કાઢવામાં આવી હતી અને પોસ્ટમોર્ટમ અર્થે વડોદરા મોકલાવી હતી  ત્યારે મૃતક નિશાબેન ના પતિ એસ.આર.પીમાં નોકરી કરે છે તેવી માહિતી મળી હતી જ્યારે મૃતકને દફનવિધિ બાદ પરણિતા નિશાબેન ના સસરા ને હત્યા કરાઈ હોવાની શંકા જતા સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી હતી પરંતુ કોઇ જ કાર્યવાહી ન થતા કોર્ટનું શરણું લીધું હતું બોર્ડના આદેશ બાદ મૃતકની લાશ બહાર કાઢવામાં આવી હતી અને પોસ્ટમોર્ટમ અર્થે વડોદરા ખસેડાઇ હતી પીએમના રિપોર્ટ બાદ જ હવે સત્ય હકીકત બહાર આવશે જેઓ હાલ જણાઈ રહ્યું છે

error: Content is protected !!