Sunday, 08/09/2024
Dark Mode

ભથવાડા ટોલનાકા પર પરપ્રાંતીય મજૂરોને ખાણીપીણી સહીત વતન મોકલવાની વ્યવસ્થા પુરી પાડી માનવતાની મહેક પ્રસરાવતું લીમખેડા પોલિસતંત્ર

ભથવાડા ટોલનાકા પર પરપ્રાંતીય મજૂરોને ખાણીપીણી સહીત વતન મોકલવાની વ્યવસ્થા પુરી પાડી માનવતાની મહેક પ્રસરાવતું લીમખેડા પોલિસતંત્ર

 જીગ્નેશ બારીયા @ દાહોદ, મઝહર અલી મકરાણી @ દાહોદ

દે.બારીયા તા.૨૬
દાહોદ જિલ્લામાં છેલ્લા બે – ત્રણ દિવસથી પરપ્રાંતમાં મજુરી કામ અર્થે ગયેલા મજુરો પરત માદરે વતન આવી રહ્યા છે ત્યારે દાહોદ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે તેમજ આ મજુરોને સહિસલામત તેમજ ખાણીપીણીની ચીજવસ્તુઓની વ્યસ્થા કર્યા બાદ તેઓને વતન પહોંચાડવામાં આવી રહ્યા છે. આવા સમયે મજુરોને સહાયરૂપ થવા માટે તેમજ તેઓને મેડીકલ ચેકપણ થઈ શકે તેમ માટે લીમખેડાના ભથવાડા ટોલનાકા ખાતે પોલીસના સરકારી વાહન તેમજ બીજા પ્રાઈવેટ વાહનો મજુરોને તેઓને વતન ખાતે પહોંચાડવા સુવિધા કરવામાં આવી રહી છે.
હાલ સમગ્ર વિશ્વમાં તેમજ ભારત દેશમાં કોરોના વાયરસ અનુસંધાને ભારત સરકાર તતા ગુજરાત સરકાર દ્વારા લોકડાઉન અનુસંધાને દાહોદ જિલ્લાના તથા રાજસ્થાન-મધ્યપ્રદેશ તરફ જનાર મજુરો બહાર ગામ મજુરી કામે ગયેલ હોય અને તેઓ પોતાના વતનમાં પરત આવી રહેલ હોય જેમાં અમુક મજુરો ચાલીને પણ હાઈવે રોડ આવે છે જેઓને પોતાના વતન સુધી પહોંચાડવા માટે નાયબ પોલીસ મહાનીરીક્ષક ગોધરા રેન્જની સુચનાથી પોલીસ અધિક્ષક હિતેશ જાયસર દ્વારા માર્ગદર્શનના આધારે લીમખેડા  પોલીપોલિસ અધિક્ષક ડો.કાનન દેસાઈ સહીત પોલિસ જવાનોએ ભથવાડા ટોલનાકા ખાતે દાહોદથી મોકલાવેલ પોલીસના સરકારી વાહનમાં તેમજ બીજા પ્રાઈવેટ વાહન ક્રુઝર, જીપથીઆ મજુરોને તેમના વતન સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે તેમજ આ મજુરોનું ભથવાડા ટોલનાકા ખાતે મેડીકલ ટીમથી ચેક કરવામાં આવેલ છે તેમજ આ મજુરોને પીવાના પાણીની તથા નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. આમ, દાહોદ જિલ્લાના લોકોના હિત માટે કરવામાં આવેલ સરાહનીય કામગીરીના પગલે લોકોએ દાહોદ જિલ્લા પોલીસને તેઓને વધાવી લીધા હતા.

error: Content is protected !!