Tuesday, 01/07/2025
Dark Mode

DahodLive impact….કોરોના સામે જંગમાં:ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી,ગૃહમંત્રી સહિત અનેક હસ્તીઓએ ગરબાડા પીએસઆઇની ફરજ પ્રત્યેની કામગીરીને બિરદાવી

DahodLive impact….કોરોના સામે જંગમાં:ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી,ગૃહમંત્રી સહિત અનેક હસ્તીઓએ ગરબાડા પીએસઆઇની ફરજ પ્રત્યેની કામગીરીને બિરદાવી

વિપુલ જોષી @ ગરબાડા 

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગૃહમંત્રી  સહિત અનેક હસ્તીઓ એ ગરબાડા પીએસઆઇ પી.કે.જાદવની કામગીરીને બિરદાવી,તમામ હસ્તીઓએ પીએસઆઈને ફોન કરી સાંત્વના આપી

ગરબાડા તા.26DahodLive impact....કોરોના સામે જંગમાં:ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી,ગૃહમંત્રી સહિત અનેક હસ્તીઓએ ગરબાડા પીએસઆઇની ફરજ પ્રત્યેની કામગીરીને બિરદાવી

મૂળ પંચમહાલના વતની શ્રી.પી.કે.જાદવ ગુજરાત પોલીસમાં ગરબાડા ખાતે પીએસઆઇ તરીકે ફરજ બજાવે છે. વૈશ્વિક મહામારી સામેની લડાઈમાં ડોક્ટર, પોલીસ, સેવાકર્મીઓ, વહીવટીતંત્ર બધા દિવસ રાત લોક ડાઉન માં કામ કરી રહ્યા છે ગરબાડા પીએસઆઇ પી.કે.જાદવના મોટાભાઈન હરદેવસિંહ જાદવ નું અમદાવાદ ખાતે પાછલા બે માસ થી તેમના ઘરે જ કેન્સરની બીમારી નું ટ્રીટમેન્ટ ચાલતું હતું તેમજ તારીખ ૨૪મી માર્ચ ના રોજ તેમનું અવસાન થયું. હતું

મોટાભાઈના અવસાનના દુઃખદ સમાચાર મળતા ઉચ્ચ અધિકારીની રજા લઈ પીએસઆઇ પીકે જાદવ ગરબાડાથી અમદાવાદ આવ્યા. અંતિમ સંસ્કારની વિધિ પૂર્ણ થયા બાદ પરિવારના સભ્યોને સાંત્વના આપીને તુરંત પાછા ગરબાડા આવી ગયા અને કોરોના સામેની લડાઈમાં ફરજ પર જોડાઈ ગયા. જે બાબતમાં સમાચાર દાહોદ લાઈવ ન્યૂઝ નેટવર્ક દ્વારા હાઈલાઈટ થતા તારીખ ૨૫ મીના રોજ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા તથા દાહોદ જિલ્લા પોલીસવડા હિતેશ જોયસર રેંજ આઈજી એમ.એસ.ભરાડા દ્વારા ગરબાડા પીએસઆઈ પી.કે.જાદવને ફોન કરીને તેમની કામગીરી બિરદાવવામાં આવી હતી જ્યારે તારીખ 26 મી ના રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જશવંતસીંગ ભાભોર સહિતના અનેક લોકોએ પર્સનલી ફોન કરીને ગરબાડા પીએસઆઇની કામગીરીને બિરદાવી હતી એક કર્મચારીને ખુદ રાજ્યના મુખ્યમંત્રી બિરદાવે તેથી વિશેષ ઉપલબ્ધિ બીજી શું હોઈ શકે, સગા મોટાભાઈના અવસાનનો આઘાત પચાવીને આ કર્મવીર દેશના કેટલાય પરિવારોના મોટાભાઈ કે મોટી બહેનની જિંદગી બચાવવાના કામમાં લાગી ગયા છે.

મિત્રો, મેડિકલ, પોલીસ અને વહીવટીતંત્ર પ્રજાના સ્વાસ્થ્ય અને જીવનની સુરક્ષા માટે પરિવારને બાજુએ રાખીને સેવા બજાવી રહ્યા છે ત્યારે આ લોકોનો આભાર બીજી તો કેવી રીતે માની શકીએ.આભાર વ્યક્ત કરવા ઘરમાં જ રહીએ અને સરકારની સુચનાઓનું પાલન કરીએ. ક્યારેય ઘરમાં રહેવા ટેવાયેલા નથી તેમ છતાં પણ ઘરમાં રહેવામાં મુશ્કેલી તો બહુ થશે પણ કોરોના નામની આ જંગ જીતવા આપણે પણ કંઇક તો કરવું પડશે જ તો જ આ જંગ આપણે સૌ ભેગા મળીને જીતી શકીશું

error: Content is protected !!