Thursday, 10/04/2025
Dark Mode

દાહોદમાં કોવીડ-19 ના કુલ 333 સેમ્પલો પૈકી 325 ના રિપોર્ટ નેગેટિવ:4 ના રિપોર્ટ બાકી

દાહોદમાં કોવીડ-19 ના કુલ 333 સેમ્પલો પૈકી 325 ના રિપોર્ટ નેગેટિવ:4 ના રિપોર્ટ બાકી

જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ તા.૨૫
દાહોદ જિલ્લામાં અત્યાર સુધી કુલ ૩૩૩ લોકોના સેમ્પલ પરીક્ષણ માટે મોકલી દેવામાં આવ્યા હતા જેમાંથી અત્યાર સુધી ૪ પોઝીટીવ કેસ સામે આવ્યા છે.આ ૩૩૩ પૈકી ૩૨૫ લોકોના રિપોર્ટાે નેગેટીવ આવ્યા છે જ્યારે ૪ સેમ્પલોનો રિઝલ્ટ પેન્ડીંગમાં હોવાનું સત્તાવાર મળતી માહિતી પ્રમાણે જાણવા મળ્યું છે.

કોરોના વાયરસના સંક્રમણને અટકાવવામાં દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૪ કેસો નોંધાયા બાદ છેલ્લા કેટલાક દિવસોથી કોરોના પોઝીટીવનો વધુ એકેય કેસ ન નોંધાતા આરોગ્ય તંત્ર સહિતની ટીમોએ રાહતનો દમ લીધો છે ત્યારે સત્તાવાર મળતી માહિતી પ્રમાણે હાલ દાહોદ જિલ્લામાં કુલ ૩૩૩ લોકોના કોરોનાના રિપોર્ટાે તપાસ માટે મોકલી દેવામાં આવ્યા હતા જે પૈકી ૩૨૫ લોકોના રિપોર્ટાે નેગેટીવ આવ્યા હતા અને અત્યાર સુધી ૪ કેસો પોઝીવીટ આવ્યા છે જે પૈકી ઈન્દૌર થી આવેલ ૯ વર્ષીય બાળકીએ કોરોનાને મ્હાત આપી સાજી પણ થઈ ગઈ છે હવે ૩ કેસો એક્ટીવ પોઝીશનમાં છે. આ સાથે ૪ લોકોના રિપોર્ટાે પેન્ડીંગ પણ છે અને આ ચાર જણાના રિપોર્ટાેની તંત્ર દ્વારા આતુરતાથી રાહ પણ જાવાઈ રહી છે. આરોગ્ય તંત્ર દ્વારા હાલ તો કોરોના સંક્રમણનો ફેલાવો ન ફેલાય તેની તકેદારીને ધ્યાને રાખી જિલ્લાના શહેરી વિસ્તાર સહિત ગ્રામીણ વિસ્તારોમાં સેનેટરાઈઝર સહિતની કામગીરી પુરજાશમાં ચાલી રહી છે અને લોકોને કોરોના સંક્રમણથી બચવા સાવચેતીના પગલાં લેવા તેમજ ઘરની બહાર ન નીકળવાની તંત્ર દ્વારા રજુઆતો પણ કરાઈ રહી છે.
—————————————————————-

error: Content is protected !!