Thursday, 21/11/2024
Dark Mode

શહેર સહીત જિલ્લાનું વાતાવરણ પલટાયું:વીજળીના કડાકા સાથે સામાન્ય વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી

શહેર સહીત જિલ્લાનું વાતાવરણ પલટાયું:વીજળીના કડાકા સાથે સામાન્ય વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી

દાહોદ તા.25

દાહોદ શહેર સહીત જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવતા વાદળછાયા વાતાવરણમાં આકાશી વીજળી સાથે કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે.ત્યારે જિલ્લાના સરહદી વિસ્તારમાં ખેતરમાં કાપેલા ગેહૂં પણ વરસાદમાં પલળી જતા ખેડૂતોને નુકશાન હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે સંજેલીમાં વરસાદની સાથે આકાશી વીજળી પડતા એક વ્યક્તિનું મોત નિપજ્યુ હોવાના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યા છે.
એક તરફ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના સંક્રમણના લીધે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે.ત્યારે દેશમાં લોકડાઉનની પરિસ્થિતિ દરમિયાન શહેર સહીત જિલ્લામાં ગઈકાલ સાંજથી વાતાવરણમાં પલટો આવી જવા પામ્યો છે.દાહોદ શહેરમાં આજરોજ બપોરના સુમારે વીજળીના કડાકા સાથે ધીમો વરસાદ શરુ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. જિલ્લામાં ગઈકાલે રાત્રે સંજેલી પંથકમાં વરસાદ સાથે આકાશી વીજળી પડતા એક વ્યક્તિનું મોત નિપજ્યા પામ્યું છે.ગરબાડા, લીમખેડા, દે.બારીયા, સીંગવ, ઝાલોદ, લીમડી પંથકમાં વાદળછાયા વાતાવરણમાં સામાન્ય છાંટા પડ્યા હતા.સુખસર, ફતેપુરા પંથકમાં સામાન્ય વરસાદની સાથે સરહદી વિસ્તારોમાં વરસાદ પડતા ખેતરમાં કાપેલા ઘઉં વરસાદી પાણીમાં પલળી જતા ખેડૂતોને નુકશાન થયાં હોવાના અહેવાલો પ્રાપ્ત થઇ રહ્યા છે.

error: Content is protected !!