Thursday, 21/11/2024
Dark Mode

સરસ્વતી પ્રાથમિક શાળા બલૈયા માં વાલી મિટિંગ યોજાઈ

સરસ્વતી પ્રાથમિક શાળા બલૈયા માં વાલી મિટિંગ યોજાઈ

હિતેશ કલાલ @ સુખસર 

પ્રાથમિક શિક્ષણની સાથે બાળકોનું વાલીઓએ પણ ધ્યાન રાખવું જરૂરી છે: આચાર્ય, સરસ્વતી પ્રાથમિક શાળા બલૈયા માં વાલી મિટિંગ યોજાઈ
 સુખસર તા.23

ફતેપુરા તાલુકાના બલૈયા ગામે આવેલી સરસ્વતી શિશુ વિહાર પ્રાથમિક શાળા ખાતે શનિવારના રોજ વાલી મીટીંગ નું આયોજન કરાયું હતું જેમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર ના મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરાયા હતા જવાબ પેપર દર્શન નો કાર્યક્રમ પણ યોજાયો હતો તેમજ સંદેશ દ્વારા આયોજિત નોલેજ ચેલેન્જ પરીક્ષા માં ભાગ લેવા બાબતે ચર્ચા કરાઇ હતી

   ફતેપુરા તાલુકાના બલૈયા ગામે જય જલારામ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સરસ્વતી શિશુ વિહાર પ્રાથમિક શાળા ખાતે શનિવારના રોજ સી.આર.સી સુરેશભાઈ પંચાલ ના અધ્યક્ષ સ્થાને વાલી મીટીંગ નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા આચાર્ય પિયુષ પટેલ દ્વારા જણાવ્યું હતું કે તમારું બાળક તમારું બાળક છે અમો તેઓને શિક્ષણ પૂરું પાડીએ છીએ સાથે સાથે તમારે પણ ધ્યાન રાખવાની ફરજ પડે છે બાળકો માટે પણ સમય કાઢીને એના શિક્ષણ પ્રત્યે ધ્યાન આપવું જોઈએ ત્યારબાદ સુરેશભાઈ પંચાલ દ્વારા પણ શાળામાં થતી એક્ટિવિટી આ બાબતની માહિતી આપવામાં આવી હતી ધોરણ એક થી આઠના પ્રથમ સત્રમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઈનામ આપી સન્માનીત કરાયા હતા  પિયુષભાઈ પટેલ દ્વારા નોલેજ ચેલેન્જ માં વિદ્યાર્થીઓના ભાગ લેવા બાબત ની સમજૂતી આપવામાં આવી હતી ત્યાર બાદ વિદ્યાર્થીઓએ લખેલા જવાબ પેપરો નું નિદર્શન કાર્યક્રમ યોજાયો હતો.

error: Content is protected !!