સંજેલી ખાતે નવીન સામૂહિક આરોગ્ય કેન્દ્રનું થયું ભુમીપુજન

Editor Dahod Live
2 Min Read

હિતેશ કલાલ @ સુખસર 

બીમાર વ્યક્તિઓ ના માટે ડોક્ટર ભગવાન સમાન હોય છે:બચુભાઈ ખાબડ, ધારાસભ્યના હસ્તે સામુહિક આરોગ્ય કેન્દ્ર ભૂમિ ભોજનનો કાર્યક્રમ યોજાયો, સંજેલી નો વિકાસ કરવા સરકાર કટિબંધ : સાંસદ જસવંતસીંગ  ભાભોર

 સુખસર તા.23

સંજેલી તાલુકા મથક ખાતે શનિવારના રોજ સામુહિક આરોગ્ય કેન્દ્રના ભૂમિપૂજન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ધારાસભ્યો સાંસદ મંત્રી સહિત અનેક પદાધિકારીઓ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સંજેલી નો વિકાસ કરવા માટે અનેક કાર્યો ની માહિતી આપવામાં આવી હતી

   સંજેલી તાલુકા મથક વિસ્તારમાં આવેલા ગામડાઓમાં સહિત આસપાસની  પ્રજાને છેલ્લા કેટલાક વર્ષોથી આરોગ્યની સુવિધા માટે ફાફા મારવા પડતા હતા સંજેલી મુખ્ય મથક ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોવાથી જરૂરી આરોગ્ય સુવિધાઓ મળી રહેતી ન હતી જેથી ધારાસભ્ય રમેશભાઇ કટારાની રજૂઆતને પગલે 55 કરોડ જેટલી રકમના ખર્ચે અદ્યતન સુવિધા યુક્ત સામુહિક આરોગ્ય કેન્દ્ર મંજૂર કરાયું છે શનિવારના રોજ મંત્રી બચુભાઇ ખાબડ સાંસદ જશવંતસિંહ ભાભોર ધારાસભ્ય રમેશભાઈ કટારા જિલ્લા પ્રમુખ શંકરભાઇ આંબલીયા પ્રફુલભાઈ ડામોર સંજેલી ના આગેવાન જગુ ભાઈ સોલંકી સુરેન્દ્રસિંહ સોલંકી તાલુકાના કાર્યકર્તાઓ આરોગ્ય અધિકારી પરમાર જિલ્લા મેલેરીયા અધિકારી અતિત ડામોર સહિતના કર્મચારીઓ અને ગ્રામજનો  ભૂમિપૂજન ના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય રમેશભાઇ પટેલે જણાવ્યું કે આરોગ્ય કેન્દ્ર રે આરોગ્ય મંદિર છે જેનો લાભ પ્રજાને મળી રહેશે ત્યારબાદ સાંસદ જશવંતસિંહ ભાભોરે જણાવ્યું કે સંજેલી નો વિકાસ કરવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે ત્યારબાદ મંત્રી બચુભાઇ ખાબડ એ જણાવ્યું કે માતાને ઘર ભરે ત્યારથી લઇ સ્મશાન સુધી સરકાર વિવિધ સહાય આપી રહી છે માણસ બીમાર પડે ત્યારે ડોક્ટર ભગવાનના રૂપમાં આવે છે વર્ષો પહેલાં આ વિસ્તારમાં આરોગ્ય સુવિધા માટે ફાફા મારવા પડતા હતા ભાજપની સરકારમાં આરોગ્ય સુવિધા મળી રહી છે ગુજરાતની આરોગ્ય સુવિધા દેશમાં નંબર મેળવી રહી છે એક વર્ષમાં આરોગ્ય કેન્દ્ર નું કામ પૂર્ણ કરી લોકાર્પણ કરવામાં આવશે તેમજ સંજેલી માં ૨ કરોડના ખર્ચે નવિન બસ સ્ટેશન કોલેજ કોર્ટ સર્કિટ હાઉસ સહિતની સુવિધા પણ આપવામાં આવનાર છે.

Share This Article