સંજેલી જૈન સમાજની બહુ મંડળ દ્વારા તાલુકામાં કુપોષિત બાળકોને સ્વેટર વિતરણ કરવામાં આવ્યું આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં વસવાટ કરતા ગરીબ લોકોના કુપોષિત બાળકોને સ્વેટર વિતરણ કરી માનવતાની મહેક પ્રસરાવી.
દાહોદ તા.22
સંજેલી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘની બહુમંડળ દ્વારા સંજેલી તાલુકાના આજુબાજુના ગામોના કુપોષિત બાળકોને આશરે ૧૦૦ થી ૨૦૦ સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું . જૈન સમાજની બહુ મંડળના સ્વેટર વિતરણ કાર્યક્રમમાં દાહોદથી આરોગ્ય અધિકારી અતીત ડામોર, તેમજ પીએચએન , છત્રિયબેન તેમજ સંજેલી આરોગ્ય અધિકારી ડોક્ટર રાકેશ વહિનિયા તેમજ આરબીએસકે ની ટીમ તથા કર્મચારીઓ સાથે મલીને આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો …..