કોરોના ઇફેક્ટ….સંતરામપુર તાલુકાના સીરમાં કોરોનાના બે કેસ નોંધાતા મોટી રેલ અને બાબરોલ ગામ બંધ કર્યા

Editor Dahod Live
1 Min Read

 ઇલ્યાસ શેખ @ સંતરામપુર 

સંતરામપુર તા.21

સંતરામપુર તાલુકાના મોટી રેલ અને બાબરોલ ગામ બંધ કરવામાં આવ્યો સંતરામપુર તાલુકાના સીર ગામમાં બે કેસ પોઝિટિવ આવતા મોટીરેલના ગ્રામજનો ભેગા મળીને કોરોનાવાયરસ બચવા અને સલામતી જાળવવા માટે આખા ગામની અંદર ભેગા મળીને મોટી રેલ ગામ બંધ કરવામાં આવેલું હતું.અને આ ગામની અંદર પોતાની રીતે જાગૃતતા જોવા મળી હતી.સંતરામપુર તાલુકાના કેટલાક ગામો પોતાની રીતે રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા અન્ય બીજા ગામોને વ્યક્તિઓને પ્રવેશ કરવાની મનાઈ કરી છે. આ ગામમાં ગામની અંદર જવા માટે એકબીજાની સુચના આપવામાં આવેલી છે. મોટી રેલ ગામ જાગૃત ગામ બન્યું મોટી ગામમાં જવા માટેના બધા જ રસ્તાઓ બંધ કર્યા હતા આજણવા વાકડી નાનીરેલ તમામ ગામો જોડાતા તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા.

Contents
Share This Article