Monday, 26/07/2021
Dark Mode

લીમખેડા તાલુકાના પતંગડી ગામના પી.એચ.સીના એકાઉન્ટન્ટ દ્વારા ૫.૩૩ લાખની ઉચાપત:લાભાર્થીઓને મળતી સહાય બારોબાર ચાઉં કરી જતા પોલિસ ફરિયાદ નોંધાઈ

લીમખેડા તાલુકાના પતંગડી ગામના પી.એચ.સીના એકાઉન્ટન્ટ દ્વારા ૫.૩૩ લાખની ઉચાપત:લાભાર્થીઓને મળતી સહાય બારોબાર ચાઉં કરી જતા પોલિસ ફરિયાદ નોંધાઈ

જીગ્નેશ બારીયા @ દાહોદ 

લીમખેડા તાલુકાના પતંગડી ગામના પી.એચ.સીના એકાઉન્ટન્ટ દ્વારા ૫.૩૩ લાખની ઉચાપત,વર્ષ ૨૦૧૮થી ૨૦૨૦ દરમિયાન લાભાર્થી ઓને મળતી સહાય ના નાણાં બેન્ક માંથી બારોબાર ઉપાડી લેતો હતો,રણધીકપુર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ,વાઉચરો જમા નહીં થતાં કૌભાંડ નો ભાંડો ફૂટ્યો.

દાહોદ તા.21

લીમખેડા તાલુકાના પતંગડી ગામે પી.એચ.સી.માં ફરજ બજાવતો એકાઉન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર દ્વારા તારીખ 21.8.18 થી તારીખ 20.4.2020 ના સમયગાળા દરમિયાન લાભાર્થીઓને સરકાર તરફથી મળતા સહાયના નાણાં બારોબાર બેંકમાંથી ઉપાડી પોતે ચાઉ કરી જતા વિશ્વાસઘાત તેમજ છેતરપિંડી કરી રૂપિયા 5,33,880/- ની ઉચાપત કરતા રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.

લીમખેડા તાલુકાના પતંગડી ગામે પી.એચ.સી. સેન્ટરમાં એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે ફરજ બજાવતો અને ઝાલોદ તાલુકાના ચાકલીયા ગામમાં રહેતો મહેન્દ્રભાઈ વીરસીંગભાઇ ડામોર તારીખ 21.8.2018 તારીખ 2.4.2020 ના સમયગાળા દરમિયાન પતંગડી પીએચસી સેન્ટર ની હદમાં આવેલ ગામોના લાભાર્થીઓને સરકાર તરફથી મળતા સહાય નાણાં મેડિકલ ઓફિસર પતંગડી ના ખાતામાં આવતા હોય તે નાણા મહેન્દ્રભાઈ દ્વારા બેંકમાંથી ઉપાડી જે તે લાભાર્થીના ખાતામાં નાખવાના હતા તેના બદલે આ નાણા પોતે ઉપાડી તથા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી સરકાર સાથે વિશ્વાસઘાત કથા છેતરપિંડી કરી લાભાર્થીના સહાયના કુલ રૂ.5,33,880/- ની ઉચાપત કરી વાઉચરો પી.એચ.સી. સેન્ટરમાં જમા નહીં કરાતા ઉપરોક્ત કૌભાંડોનો પર્દાફાશ થતાં પતંગડી પીએચસી સેન્ટર માં ફરજ બજાવતા જીજ્ઞાશાબેન સંજયભાઈ ઠાકોર દ્વારા રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!