સંજેલીમાં વહીવટીતંત્ર દ્વારા બપોર બાદ બજારો બંધ કરાવ્યા

Editor Dahod Live
1 Min Read

 કપિલ સાધુ @ સંજેલી 

સંજેલીમાં કોરોના વાયરસ જેવી ઘાતક સમસ્યાના લઇને લોકો દ્વારા દુકાન બંધ કરાઇ

સંજેલી તા.21

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકા મથકે વહીવટી તંત્ર દ્વારા શુક્રવારના રોજથી જ કારોના જેવી ગંભીર બીમારી લઇને સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા નિયમોને ધ્યાને લઇને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. .સંજેલી ગ્રામ પંચાયત તેમજ પોલીસ તંત્ર દ્વારા શુક્રવારના રોજ હાટ બજારના પણ આ ગંભીર સમસ્યાને ધ્યાને લઈને બંધ કરવામાં આવ્યો હતો .હાટ બજારમાં સંજેલી તાલુકો તેમજ આસપાસના છપ્પન ગામના લોકો અને આસપાસથી ધંધો વેપાર કરવા આવતા હાટ બજારના વેપારીઓને પણ પાછા વાળી દેવાયા હતા ..તેમજ જિલ્લા સમાહર્તાશ્રી દ્વારા લોક હિતને ધ્યાનમાં રાખી અને જે જાહેરનામુ બહાર પડાયું હતું તેના ચુસ્ત અમલના ભાગની શરૂઆત રૂપે શનિવારના બપોર પછીના સમયે જ તંત્ર દ્વારા સજેલીમાં ધંધો વેપાર કરતા વેપારી વર્ગને બંધ પાડવા માટે જણાવવામાં આવ્યું હતું તેમજ રવિવારના રોજ જનતા કરફ્યુ નો અમલ કરી આજે વિશ્વભરમાં ફેલાયેલા ગંભીર એવા કોરોના વાયરસ જેવી બીમારી સામે સરકાર દ્વારા લોકહિતમાં આપેલા સૂચનોને આપણે જાતે જ પાળી આપણે પોતે જ સાચી જવાબદારી નિભાવવા માટે ની વાત જણાવી હતી.

Share This Article