Sunday, 08/09/2024
Dark Mode

દેવગઢબારીયા તાલુકામાં ભૂંડનો ત્રાસ વધ્યું :ખેડૂતોના ઉભા પાક ને વ્યાપક પ્રમાણમાં નુકશાન

દેવગઢબારીયા તાલુકામાં ભૂંડનો ત્રાસ વધ્યું :ખેડૂતોના ઉભા પાક ને વ્યાપક પ્રમાણમાં નુકશાન

મઝહરઅલી મકરાણી @ દે.બારીઆ 

દાહોદ જિલ્લાના દેવગઢબારીયા તાલુકામાં ભૂંડનો ત્રાસ વધતાં ખેડૂતો ત્રાહિમામ.

દે.બારીઆ :- તા.21

દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકામાં મુખ્યત્વે પાક મકાઇનો કરવામાં આવે છે. ત્યારે ગત ચોમાસામાં વધુ વરસાદના કારણે ખેડૂતોને મોટાપાયે ખેતીમાં નુકસાન થવા પામ્યું છે અને મકાઈનો પાક પણ થયો નથી ત્યારે શિયાળામાં મકાઈનો પાક થાય અને ખેડૂતોને ચોમાસાના નુકસાનમાંથી બહાર આવે તે આશયથી ખેડૂતો મકાઈ અને ઘઉંની વાવણી કરી છે. ત્યારે શિયાળાના આ મકાઈના પાકમાં હાલમાં ભુંડના ઝુંડ ખેતરોમાં ધસી આવી મકાઇના તૈયાર પાકને મોટુ નુકસાન પહોંચાડી રહ્યા છે. ત્યારે ખેડૂતો ચિંતીત બન્યા છે. એક તરફ ચોમાસાના પાકમાં નિષ્ફળતા તો બીજી તરફ શિયાળાના પાકમાં ભુડંનો ત્રાસ ત્યારે ખેડૂતો પણ ભુડંના કારણે ખેતીમાં મોટું નુકસાન થવાની ભીતિ સેવી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને વળતર મળે તેવી માંગ કરી રહ્યા છે.
દેવગઢબારીયા તાલુકામાં ખેડૂતો દ્વારા મકાઈ તુવર, અડદ, ડાંગર, ઘઉં, કપાસની ખેતી કરવામાં આવે છે. જેમાં મકાઈ એ અહીંના ખેડૂતોનો મુખ્યત્વે પાક છે જે ચોમાસા સહિત શિયાળામાં પણ મકાઈ અને ઘઉંનો પાક ખેડૂતો દ્વારા કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે જ્યાં સિંચાઈનુ પાણી મળી રહે તેવા ગામોમાં તેમજ પોતાના ખાનગી બોર તેમજ કુવાના પાણી થી ખેડૂતો દ્વારા મકાઈની વાવણી કરવામાં આવી છે. ત્યારે આ મકાઈની વાવણી કરવામાં આવી જેમાં મકાઈનો અને ઘઉંનો પાક ઊભો થતાં જ તાલુકામાં દરેક ગામોમાં જંગલોમાંથી તેમજ નગરમાંથી જંગલી ભુંડના અનેક ઝુંડ ખેતરોમાં ઘુસી ગઈ જાય છે અને ઉભા મકાઈના પાકને જમીનદોસ્ત કરી મકાઈના ડોડા ખાઈ ખેતરને વેરવિખેર કરી જાય છે. ક્યારે ખેડૂતો દ્વારા ફટાકડા ફોડી ઢોલ નગારા થાળી વગાડી ભુંડ ભગાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ત્યારે હાલમાં તાલુકાના અનેક ગામોમાં પોતાની ખેતી બચાવવા માટે ખેડૂતો રાત દિવસ એક કરી રહ્યા છે અને હાલમાં ઘણા ખરા ખેતરોમાં મકાઈના પાકને ભુંડો દ્વારા સફાયો કરી નાખવામાં આવ્યા છે ત્યારે હાલમાં ખેડૂતો આ ભૂંડના ત્રાસથી ચિંતિત બન્યા છે. ખેડૂતોને ગત ચોમાસામાં વધુ વરસાદના કારણે પાક નિષ્ફળ નીવડ્યો હતો અને આ શિયાળુ પાક પણ ભુંડના કારણે નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે ખેડૂતો નિષ્ફળ જતા પાકને લીધે પાઇમાલ થવાની આરે જઈ રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને વળતર મળી રહે તેવી માંગ ઉઠવા પામી છે.

error: Content is protected !!