કોરોના અપડેટ….દાહોદમાં કુલ 41 સેમ્પલો પૈકી 33 ના રિપોર્ટ નેગેટિવ :8 ના રિપોર્ટ બાકી

Editor Dahod Live
1 Min Read

જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ તા.૨૦
દાહોદમાં અત્યાર સુધી કોરોના વાયરસથી સંક્રમણ એવા ૩ દર્દીઓ નોંધાયા છે. ૪૧ સેમ્પલો લેબમાં નિરીક્ષણ માટે મોકલવામાં જેના આજરોજ રિપોર્ટાે આવતાં જે પૈકી ૩૩ નેગેટીવ, ૩ નવા સેમ્પલ તેમજ ૫ સેમ્પલોના રિપોર્ટાે આવવાના બાકી હોવાનુ જાણવા મળી રહ્યું છે.
કોરોના સંક્રમણને દાહોદમાં અટકાવવા વહીવટી તંત્ર તેમજ આરોગ્ય તંત્ર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે વિતેલા ૪૮ કલાક દરમ્યાન દાહોદમાં એક પણ કોરોના પોઝીવીટ દર્દીનો સમાવેશ ન થતાં તંત્ર સહિત જિલ્લાવાસીઓએ હાશકારો અનુભવ્યો છે. આ વચ્ચે ૪૧ લોકોના સેમ્પલો મોકલવામાં આવ્યા હતા જેમાં ૩૩ લોકોના કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યા હતા, ૩ નવા સેમ્પલો ઉમેરાયા છે તેમજ ૫ અંડર પ્રોસેસ હોવાનુ સત્તાવારી મળતી માહિતી પ્રમાણે જાણવા મળેલ છે.

Share This Article