Thursday, 21/11/2024
Dark Mode

કોરોના સામે જંગ…… દાહોદ:શોશ્યલ ડિસ્ટન્સનો અભાવ તેમજ અફવા બજારની વચ્ચે શહેરના કેટલાક વિસ્તારના રસ્તાઓ બ્લોક કરતું પોલિસ તંત્ર

કોરોના સામે જંગ…… દાહોદ:શોશ્યલ ડિસ્ટન્સનો  અભાવ તેમજ અફવા બજારની વચ્ચે શહેરના કેટલાક વિસ્તારના રસ્તાઓ બ્લોક કરતું પોલિસ તંત્ર

જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ તા.૧૮
દાહોદ શહેરના સાંકડા રસ્તાઓ જેવા કે, એમ.જી.રોડ, હનુમાન બજાર, પડાવ  જેવા  વિસ્તારોમાં કોરોનાવાયરસના સંક્રમણને અટકાવવાના પ્રયત્નોના ભાગરૂપે તેમજ આ વિસ્તારોમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાતું ન હોવાના કારણે  આ રસ્તાઓ  બંધ કરવામાં આવ્યા છે.તેમજ હાલ જે અફવાઓએ જોર પકડ્‌યું છે કે,દાહોદમાં કોરોના સંક્રમણનો વધુ એક દર્દી હોવાની વાતને પોલીસ તંત્ર દ્વારા અફવા હોવાનું જણાવી કોઈપણ વ્યક્તિ આવી કોઇપણ પ્રકારની અફવાઓ ફેલાવશે તો તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ પોલીસ તંત્ર દ્વારા જાણવા મળ્યું છે. વધુમાં  અત્રે ઉલ્લેખનિય છે કે, દાહોદમાં કોરોના સંક્રમણના માત્ર ત્રણ દર્દીઓ સામે આવ્યા છે એ સિવાય હાલમાં આવો કોઈ નવો કેસ સામે આવ્યો નથી.

દાહોદ શહેરના હનુમાન બજાર, પડાવ, એમ.જી.રોડ, દૌલતગંજ બજાર જેવા નાના સાંકડા રસ્તાઓ પર છુટછાટ સમયે તેમજ તે બાદ પણ લોકોની અવર જવર રહેતી હોવાની ફરિયાદો ઉઠતા અને તંત્રને નજરે પણ પડતાં આજરોજ આ રસ્તાઓ પર પોલીસ તંત્ર દ્વારા બેરેક મુકી આ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. વધુમાં આ વિસ્તારોમાં સોશીયલ ડિસ્ટન્સ પણ ન જળવાતુ હોવાના કારણે કોરોના સંક્રમણનો આવામાં ફેલાવો ના થાય અને સાવચેતીના પગલાંના ભાગરૂપે આ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આ માર્ગાે પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. ઘરે જ રહો અને સુરક્ષિત રહોની અપીલ સાથે પોલીસ તંત્ર દ્વારા લોકોને જાગૃત થવા અપીલ કરાઈ રહી છે.
વધુમાં જાણવા મળ્યા પ્રમાણે આ વિસ્તારમાં રહેતો એક ઈસમ કોરોના વાયરસના સંક્રમણમાં આવ્યા હોવાનુ અને પોઝીટીવ કેસ હોવાની ચર્ચાઓ વચ્ચે આ રસ્તાઓ બંધ કર્યા હોવાની અફવાઓને પગલે પોલીસ તંત્ર દ્વારા આવો કોઈ કેસ સામે આવ્યો નથી અને આ માત્ર અફવા છે અને અફવાઓ પર ધ્યાન ન દોરવા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે અને જા કોઈ પણ ઈસમ આવી અફવા ફેલાવતો પોલીસ તંત્રને નજરે પડશે તો તેની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, તેમ પણ પોલીસ તંત્ર દ્વારા જણાવાયું છે અને માત્ર ને માત્ર આ વિસ્તારોમાં ડિસ્ટન્સના અભાવે રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે.

error: Content is protected !!