
દાહોદ જિલ્લા પંચાયતમાં મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિની નવી ઓફિસનું વિધાનસભાના દંડક ના હસ્તે ઉદ્ઘાટન..
મહિલા અને બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ નવીન ઓફિસનો વિધાનસભાના દંડક રમેશભાઈ કટારાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું..
નવીન કાર્યાલયના ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાત વિધાનસભાના દંડક રમેશભાઈ કટારા,બીજેપીના જિલ્લા પ્રમુખ, પૂર્વ ધારાસભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા, પૂર્વ જિલ્લા પ્રમુખ સુધીરભાઈ લાલપુર વાળા સહીતના ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા…
દાહોદ તા.11
દાહોદ જિલ્લા પંચાયત મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિની નવીન ઓફિસ નું ગુજરાત સરકાર ના દંડક શ્રી રમેશભાઈ કટારા સાહેબ ના વરદહસ્તે કરવામાં આવ્યું હતું.
દાહોદ જિલ્લા પંચાયત મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિની નવીન ઓફિસનું 12:39 ના વિજયી મુહર્તમાં રાખવામાં આવ્યું હતું.જેમાં દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શંકરભાઈ અમલિયાર , જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શિતલબેન વાઘેલા, પૂર્વ ધારાસભ્ય શ્રી મહેશભાઇ ભુરીયા , પૂર્વ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી સુધીરભાઈ લાલપુર વાલા , શાસક પક્ષ ના નેતા શ્રી પર્વતભાઇ ડામોર , તથા ચેરમેનશ્રીઓ તથા જિલ્લા પંચાયત સદસ્યશ્રીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.