સંજેલી તાલુકામાં ભાજપા પ્રમુખ-મહામંત્રીની નિમણુક કરાઇ

Editor Dahod Live
2 Min Read

કપિલ સાધુ @ સંજેલી 

સંજેલી તાલુકા ભાજપા પ્રમુખ મહામંત્રીની નિમણુક કરાઇ મોટી સંખ્યામાં કાર્યકરોઆગેવાનો ઉપસ્થિત રહ્યા માંડલી સમરસ ગ્રામ પંચાયતના સરપંચને તાલુકા પાર્ટી પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી

સંજેલી તા.17

સંજેલી તાલુકા ભાજપા પ્રમુખઅને મહામંત્રીની નિમણૂંક કરવામાં આવી છે ભાજપની વિચારધારાને છેવાડાના માનવી સુધી ઘરે ઘરે પહોંચાડે તેવા પ્રમુખ અને મહામંત્રીની જિલ્લામાંથી આવેલ ટીમ તેમજ સંજેલીના પ્રમુખ સહિતના કાર્યકરોની ઉપસ્થિતિમાં ઉપસ્થિતિમાં નિમણુક કરવામાં આવી હતી
સંજેલી તાલુકા ભાજપા પાર્ટી પ્રમુખસહિત સંગઠનોની મુદ્દત પૂરી થતાં સંજેલી તાલુકામાં ચાલુ પ્રમુખ મંત્રીનું વિસર્જન કરી નવા ચહેરા અો ને પ્રમુખ મહામંત્રી તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું 16 મિ ને શનિવારના રોજ બંટાબાપુની વાડીમાં તાલુકા પ્રમુખ અને મહામંત્રીની વરણી કરવામાં આવી હતી જેમાં દાહોદ જિલ્લા ભાજપા મહામંત્રી નરેન્દ્ર સોની મુકેશ બમ્બ શબ્દશરણ તડવી જયદીપભાઇ સહિત જિલ્લાની ટીમ સંજેલી ખાતે આવી પહોંચી હતી અને સંજેલી તાલુકાના ભાજપા પ્રમુખ તરીકે માંડલી સમરસ પંચાયતના સરપંચ જશુભાઇ બામણિયાને પ્રમુખ મહામંત્રી રમેશભાઇ સળિયા તાવિયાડ અને રાઠોડ રૂપસિંહ ભાઇ મનસુખભાઇ નિ ઉપસ્થિત સંજેલી તાલુકાના માજી પ્રમુખ માનસિંગ ભાભોર જગદીશભાઇ પરમાર જગ્ગુ બાપુ માજી પ્રમુખ ફુલસિંગભાઇ બમાત હારૂન જર્મન બંટા બાપુ કાર્યકરો અને આગેવાનોની ઉપસ્થિતિમાં પ્રમુખ અને મહામંત્રીની વરણી કરવામાં આવી હતી નામ જાહેર થતાં જ વધાવી લીધા હતા અને જિલ્લા મથકે આવેલી ટીમોએ સંજેલી તાલુકામાં ભાજપાની વિચારધારાને ગામે ગામ અને ઘરે ઘર પહોંચાડવાની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

Share This Article