દે.બારીયાના સીંગેડીમાં પોલિસતંત્ર દ્વારા એક કરોડ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો

Editor Dahod Live
1 Min Read

 મઝહર અલી મકરાણી @ દે.બારીયા 

દે.બારીયા તા.17

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ અને સાગટાળા પોલીસ સ્ટેશન નો ૨૦૧૯ ના વર્ષ નું દારૂનો જથ્થો દેવગઢ બારિયા તાલુકાના સિંગેડી ગામે નાશ કરવામાં આવ્યું જેમાં દેવગઢ બારીઆ પોલીસ સ્ટેશનમાંથી નાની મોટી કાચની તથા પ્લાસ્ટિક ની કુલ ૯૮૨૬૭ બોટલ નંગ અને કુલ કિંમત રૂ.૭૦,૧૬,૮૯૪/- નો મુદ્દા માલ અને સાગટાલા પોલીસ સ્ટેશન માંથી નાની મોટી કુલ ૩૦૧૮૧/- નંગ બોટલની કિંમત રૂ.૧,૧૩,૧૦૫૨૪/-/- /- નો મુદ્દા માલનો નાશ કરવામાં આવ્યું જેમાં દેવગઢ બારીઆ ના પ્રાંતઅધિકારી, ડી.વાય.એસ.પી શ્રી ડૉ કાનન દેસાઈ અને બારીઆ પોલીસ સ્ટેશનના પી.આઇ. શ્રી એમ.કે.ચોધરી અને સાગટાલા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ પુવાર સહિત સ્ટાફ ગણ ઉપસ્થિત રહ્યા હતા.

Share This Article