ફતેપુરા તાલુકાના હડમત ગામે રકતદાન શિબિર યોજાયો

Editor Dahod Live
1 Min Read

વિનોદ પ્રજાપતિ @ ફતેપુરા

ફતેપુરા તાલુકાના હડમત ગામે રકતદાન શિબિર યોજાયો.ફતેપુરા તાલુકાના હડમત પ્રાથમિક શાળા ખાતે ઈન્ડીયન રેડકોસ સોસાયટી દાહોદના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હડમત પ્રાથમિક શાળા ખાતે પ્રાથમિક શિક્ષકો આસપાસ માં આવેલી પ્રાથમિક શાળાના શિક્ષકો ગ્રામજનો દ્વારા
રક્તદાન કરવામાં આવ્યું હતું રક્તદાન વિશે શાળાના વિદ્યાર્થીઓને સમજ આપવામાં આવી હતી આ શાળાના શિક્ષક પરેશભાઈ પટેલ દ્વારા બાળકોને મોટા થઈને રક્તદાન કરવાનો અનુરોધ કર્યો હતો 49 બોટલ જેટલું રક્ત દાન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં તાલુકા શિક્ષણ સંઘના હોદ્દેદારો મેડિકલ ઓફિસર સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Share This Article