મારામારીના કેસમાં ત્રણ આરોપીને આઠ માસની સાદી કેદ સહીત દંડ ફટકારતી દે.બારીયા કોર્ટ

Editor Dahod Live
2 Min Read

મઝહર અલી મકરાણી@ દે.બારિયા

દેવગઢ બારિયા કોર્ટે મારામારીના કેસમાં ત્રણ આરોપીને આઠ માસની સાદી કેદની સજા સહીત દંડ ફટકારતા અન્ય આરોપીઓ ફફડાટ,આઈ.પી.સી.કલમ 323,504,114 તથા બી.પી.એક્ટ કલમ 135 મુજબનો ગુનો નોંધાયો હતો,ત્રણ આરોપીઓને આઠ માસ ની સાદી કેદ અને રૂ 1000 રૂપિયાનો દંડ ફટકાર્યો,સરકારી વકીલની ધારદાર દલીલોને ગ્રાહ્ય રખાઈ.

દે.બારીઆ તા.17

દેવગઢબારિયા કોર્ટે મારામારીના કેસમાં 3 આરોપીને કસુરવાર ઠેરવી આઠ માસ ની સાદી કેદ અને દંડ ફટકારતા અન્ય ગુનેગારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
પ્રાપ્ત વિગત અનુસાર દેવગઢબારીઆ તાલુકાના લવારિયાં ગામના બારીઆ મડુભાઈ બાધરભાઈ તારીખ 13/07/2008 ના રોજ પોતાના ખેતરની હદ પાલી નજીક લવારીયા જ ગામના (1)પ્રવીણભાઈ ગણપતભાઈ બારીઆ,(2)જસવંતભાઈ ગણપતભાઈ બારીઆ (એબેટ- મૃત્યુ થયેલ ),(3)સર્જનભાઈ ગણપતભાઈ બારીઆ , (4)દિલીપભાઈ ઉર્ફે (દીપા) જશવંતભાઈ બારીઆ, ને મડુભાઇ ચારે જણ કહેલ કે તમે મારી હદ પાળી નજીક કેમ ખેડો છો એમ કહેતા ઉપરોક્ત ચારેય ઈસમો દ્વારા ઉશ્કેરાઈ ગાળો બોલી પ્રવીણભાઈ ગણપત બારીઆ એ મડુભાઈના માથામાં ધારિયું મારી ઈજા કરેલ જસવંત ગણપત બારીઆએ લાકડી થી તેમજ સર્જન અને દિલીપ ગડદાપાટુ માર મારતાં મડુભાઈ બાધરે બારીઆ પોલીસ સ્ટેશને ફરિયાદ નોધવતા પોલીસે ઈ.પી.કો કલમ 323,,504,114 તથા બી.પી.એકટ કલમ 135 મુજબનો ગુન્હો નોંધ્યો હતો. જે ગુન્હો દેવગઢબારિયા જ્યુડીશ્યલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસના મેજિસ્ટ્રેટ શ્રી.એ.જે.વાસુની કોર્ટમાં ચાલી જતાં અને સરકારી વકીલ કે.એમ.વસાવાની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી તેમજ ફરિયાદીની સારવાર કરનાર તબીબની જુબાની ગ્રાહ્ય રાખી આરોપીઓ વિરુદ્ધ પુરાવા પડતા (1)પ્રવીણભાઈ ગણપતભાઈ બારીઆ, (2)સર્જનભાઈ ગણપતભાઈ બારીઆ , (3)દિલીપભાઈ ઉર્ફે (દીપા) જશવંતભાઈ બારીઆને આઠ માસની સાદી કેદ તેમજ એક આરોપી દીઠ રૂ.1000/- નો દંડ ફટકારતા અન્ય ગુન્હેગારો માં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

Share This Article