Sunday, 08/09/2024
Dark Mode

પોલીસની નાઈટ પેટ્રોલિંગ વચ્ચે નગરમાં વધી રહેલા ચોરીના બનાવ : પોલીસની કામગીરી સામે લોકોમાં રોષની લાગણી

પોલીસની નાઈટ પેટ્રોલિંગ વચ્ચે નગરમાં વધી રહેલા ચોરીના બનાવ : પોલીસની કામગીરી સામે લોકોમાં રોષની લાગણી

મઝહર અલી મકરાણી @ દે.બારીઆ

દાહોદ જિલ્લાના દેવગઢબારિયા નગરમાં અગાઉની ચોરીઓ નો ભેદ ઉકેલાયો નથી ત્યાં વધુ એક ઘરફોડ ચોરીથી નગરજનોમાં ફફડાટ, અગાઉની ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસ નિષ્ફળ, ભરચક વિસ્તારમાં પણ ખુલ્લેઆમ હાથફેરો કરતાં તસ્કરો, પોલીસની નાઈટ પેટ્રોલિંગ પર અનેક સવાલો.નગરમાં છેલ્લાા કેટલાક દિવસોમાં ચોરીના ગુનાઓ વધવા પામતા નગરજનો ચિંતિત. 

દે.બારીઆ તા.16

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા નગરમાં થોડા દિવસો અગાઉ લાખ્ખો રૂપિયાની ચોરી સહિત એક ઈકો ગાડીની પણ ચોરી થઈ હતી જે ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસ નિષ્ફળ નીવડી છે. ત્યાં વધુ એક ચોરી પ્રાપ્ત મળતી માહિતી મુજબ તા. 14/1/2020 ના રોજ નગરના પીઠા વિસ્તારમાં રહેતા પટેલ મોહસીનભાઈ હાજી આદમભાઈ ગોધરા સાસરીમાં ગયા હતા અને ત્યાં રોકાઈ ગયા અને તા.15/1/2020ના રોજ મોહસીનભાઈના ઘરના સામે રહેતા તેમના ભાભીએ ફોન કરી જણાવેલ કે તમારા ઘરનો દરવાજો ખુલ્લો છે. તમે ક્યાં છો ત્યારે મોહસીનને કહેલ કે તમે ઘરની અંદર જઈને જોવો ત્યારે ઘરનો સરસામાન વેરવિખેર પડેલા હતો તેમ જણાવતા મોહસીન પટેલ ગોધરા થી પરત આવી જઈ ઘરમાં જોતા તિજોરી સહિતના ડ્રોવર વેર વિખેર પડેલા હતા. જેમાં ટ્રક વેચાણ કરેલ તેના 2.30.000 તેમજ અન્ય રૂ.1.10.000સહિત રૂ.5000 નું પરચુરણ સહિત રૂ.3.45.000ના કુલ મુદ્દામાલ ની ચોરી થઈ હોવાનું જણાતા મોહસીન પટેલ આ ચોરી અંગે ની દેવગઢ બારીઆ પોલીસમથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ચોરો વિરુદ્ધ ગુન્હો નોંધી અગાઉની થયેલ ચોરીની તપાસ જેમ તપાસ હાથ ધરી ડોગ સ્કોડ ની મદદ લઇ તપાસ હાથ ધરી હતી.નગરમાં વારંવાર ઘરફોડ ચોરીઓ થતાં નગર જનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે ત્યારે પોલીસ હાથ ઉપર હાથ મૂકી બેઠી હોય તેમ જોવાઈ રહ્યું છે.

error: Content is protected !!