Thursday, 21/11/2024
Dark Mode

ફતેપુરા બસ મથકનું ઓનલાઈન બુકીંગ બંધ થતા ખાનગી બસ ચાલકોને ઘી કેળા: મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવા મજબુર

ફતેપુરા બસ મથકનું ઓનલાઈન બુકીંગ બંધ થતા ખાનગી બસ ચાલકોને ઘી કેળા: મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવા મજબુર

હિતેશ કલાલ @ સુખસર 

ફતેપુરા બસ સ્ટેશનમાં મુસાફરોને એડવાન્સ બુકિંગ માટે પડતી મુશ્કેલી દૂર કરવા માંગ,ફતેપુરા બસ સ્ટેશનમા અવર-જવર કરતી એક્સપ્રેસ એસ.ટી બસોમા રાજસ્થાન,ગુજરાતના સેંકડો મુસાફરો મુસાફરી કરી રહ્યા છે.

સુખસર તા.15

 ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે દિવસ રાત્રીના લાંબા રૂટની અનેક એસ.ટી બસોની અવરજવર રહે છે.જેના લીધે મુસાફરોને લાંબા રૂટની એસ.ટી બસો સરળતાથી મળી રહે છે.પરંતુ આ એસ.ટી.બસોમાં લાંબી મુસાફરી ઉપર જતા મુસાફરોને એડવાન્સ બુકિંગ નહીં મળતા મુસાફરો નાછૂટકે એસ.ટી.બસોમાં મુશ્કેલી ભરી મુસાફરી કરતા હોવાનું ચર્ચાય છે.ત્યારે ફતેપુરાથી ઉપડતી લાંબા રૂટની એસ.ટી બસોમાં એડવાન્સ બુકિંગ ચાલુ કરવામાં આવે તો મુસાફરોને મુસાફરી કરવા માટે સરળતા રહે તેવી માંગ ઉઠવા પામેલ આવેલ છે.

પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરાથી અમદાવાદ,સૌરાષ્ટ્ર,સુરત,ગાંધીનગર તેમજ અન્ય જગ્યાએ જતી લાંબા રૂટની એસ.ટી બસો ચાલુ છે.અને આ એસ.ટી.બસોમાં ફતેપુરા તાલુકા સહિત મોટાભાગની પ્રજા રાજસ્થાન તરફથી આવતી મુસાફર જનતા મુસાફરી કરે છે.પરંતુ ફતેપુરા બસ સ્ટેશનમાં એડવાન્સ બુકિંગ કરવામાં આવતું નહીં હોઈ મુસાફર લોકો  મુસાફરી કરવા માટે અહીંયા થી ઉપડતી એસ.ટી બસોમાં મુસાફરી કરવા ટાળતા હોવાનું અને ખાનગી બસોનો સહારો લેતા હોવાનું જાણવા મળે છે.જોકે એડવાન્સ બુકિંગ માટે ફતેપુરા બસ સ્ટેશનના ડેપો મેનેજર ને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, ફતેપુરા બસ સ્ટેશનમાંથી એડવાન્સ બુકિંગ કરવામાં આવતું નથી.અને ઓનલાઇન માંથી આ બસ સ્ટેશન કાઢી નાખવાથી અમો ઓનલાઇન કરી શકતા નથી.ત્યારે આ ફતેપુરા બસટેશનથી લાંબી કરતાં મુસાફરો ને બેઠક નહીં મળતા ઊભા ઊભા મુસાફરી કરવાની પરિસ્થિતિ ઉભી થાય છે.તેમજ અહીંયાથી અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓને પણ મુશ્કેલી પડે છે.વધુમાં જાણવા મળતી વિગતો મુજબ ફતેપુરા તાલુકા તરફના ગાંધીનગર તરફ અભ્યાસ અર્થે ગયેલા વિદ્યાર્થીઓને અવરજવર કરતા તેઓને બેઠક નહીં મળતા મોટી મુશ્કેલી ઊભી થાય છે.તેમ છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નહીં હોવાનું જાણવા મળે છે.ત્યારે ફતેપુરા બસટેશનથી ઉપરથી એસ.ટી બસોમાં મુસાફર જનતા ને એડવાન્સ બુકિંગની સુવિધા આપવામાં આવે તેવી ખાસ માંગ ઉઠવા પામેલ હોવાનું જાણવા મળે છે.

 જીએસઆરટીસી દ્વારા ફતેપુરા બસ મથકનું ઓનલાઇન બુકીંગ બંધ થતા મુસાફરોને ભારે હાલાકી:ખાનગી બસ ચાલકોને ઘી કેળા 

  અમે ગાંધીનગર ખાતે અભ્યાસ કરીએ છીએ.અને રજા જેવા દિવસોમાં ઘરે આવીએ છીએ ત્યારે અમોને ત્યાંથી એડવાન્સ બુકિંગ આપવામાં આવતું નથી.અને જ્યારે અમારે ફતેપુરા થી ગાંધીનગર ખાતે અભ્યાસ અર્થે જતા અમો ફતેપુરા એસ.ટી ડેપોમાં રિઝર્વેશન કરાવવા જઈએ છીએ ત્યારે ફતેપુરા બસટેશન ને ઓનલાઇનમાંથી કાઢી નાખવામાં આવેલ હોય રિઝર્વેશન થતું નહીં હોવા બાબતે ડેપો મેનેજર દ્વારા જવાબો આપવામાં આવે છે.ત્યારે અમો જ્યારે ગાંધીનગરથી આવીએ છીએ ત્યારે અને પરત ગાંધીનગર જઈએ છીએ ત્યારે મોટાભાગે અમારે ઊભા ઊભા મુસાફરી કરવી પડે છે.ફતેપુરા એસ.ટી ડેપોમાંથી રિઝર્વેશન કામગીરી ચાલુ કરવામાં આવે તેવી અમારી માંગણી છે.

error: Content is protected !!