દે.બારીયામાં ફાયનાન્સની ઓફિસને નિશાન બનાવી તસ્કરોએ પોણા આઠ લાખના મુદામાલ પર હાથફેરો..

Editor Dahod Live
1 Min Read

રાહુલ મહેતા :- દે. બારીયા 

દે.બારીયામાં ફાયનાન્સની ઓફિસને નિશાન બનાવી તસ્કરોએ પોણા આઠ લાખના મુદામાલ પર હાથફેરો..

દાહોદ તા.૦૬

 

 દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ નગરનો ચકચારી બનાવ સામે આવ્યો છે જેમાં એક ફાઈનાન્સની ઓફિસમાં અજાણ્યા ચોર ઈસમોએ ઓફિસને નિશાન બનાવી ઓફિસમાં મુકી રાખેલ લોકરને તોડી અંદર મુકી રાખેલ રોકડા રૂપીયા ૭,૯૦,૦૪૬ની મત્તાની ચોરી કરી લઈ નાસી જતાં પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

ગત તા.૦૪ સપ્ટેમ્બરાના રોજ દેવગઢ બારીઆ નગરના ધાનપુર રોડ પર આવેલ સ્પંદન ફાયનાન્સ ઓફિસમાં મધ્યરાત્રીના સમયે અજાણ્યા ચોર ઈસમોએ આ ફાયનાન્સ ઓફિસને નિશાન બનાવી હતી અને ઓફિસની બારી તોડી ઓફિસમાં પ્રવેશ કર્યાેં હતો. ઓફિસમાં તસ્કરોએ પ્રવેશ કરી ઓફિસમાં મુકી રાખેલ લોકરને તસ્કરોએ તોડી નાંખ્યું હતું અને લોકરમાં મુકી રાખેલ રોકડા રૂપીયા ૭,૯૦,૦૪૬ની મત્તાની ચોરી કરી લઈ નાસી ગયાં હતાં.

 આ સંબંધે ફાયનાન્સ ઓફિસના માલિક યુસુફભાઈ સુલેમાનભાઈ મેતર (રહે. ગોધરા, જિ.પંચમહાલ) દ્વારા દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

———————————

Share This Article