દાહોદમાં પર્યુષણ પર્વ દરમિયાન કતલખાના બંધ કરાવવા માટે આવેદનપત્ર અપાયું

Editor Dahod Live
1 Min Read

જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદમાં પર્યુષણ પર્વ દરમિયાન કતલખાના બંધ કરાવવા માટે આવેદનપત્ર અપાયું

ગુજરાતી દિગમ્બર જૈન મહાસંઘ દાહોદ, પંચમહાલ ડિવીઝન દ્વારા મુખ્યમંત્રી તેમજ નગરપાલિકાના સત્તાધીશોને લેખિતમાં રજુઆત કરાઈ

દાહોદ તા.૧૧

જૈનોના પર્વાધિરાજ પર્વ પર્યુંષણ પર્વનો આરંભ થઈ ચુક્યો છે ત્યારે ગુજરાતી દિગમ્બર જૈન મહાસંઘ દાહોદ, પંચમહાલ ડિવીઝન દ્વારા પર્યુષણ પર્વ દરમ્યાન કતલખાના બંધ રાખવા માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સહિત સ્થાનીક સંબંધિતોને રજુઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

જૈનો અહિંસા અને જીવદયા પ્રેમી પ્રજા છે. જૈનોના પર્વાધિરાજ પર્વ પર્યુંષણ પર્વ તારીખ ૦૩.૦૯.૨૦૨૧ થી તારીખ ૧૯.૦૯.૨૦૨૧ સુધી ઉજવાય છે. આ સમયગાળા દરમ્યાન જૈનોમાં તપ, ત્યાગનો મહિમા હોય છે. શ્રાવકો તપ, ત્યાગથી આરાધના કરતાં હોય છે. આ સમયગાળા દરમ્યાન જીવો પ્રત્યે સંવેદના, કરૂણાનો ભાવ રહે છે. એકબીજા પ્રત્યે ક્ષમા, યાચનાનો ભાવ રાખવામાં આવે છે. આ પર્યુંષણ પર્વ દરમ્યાન જીવોની કતલ થતાં સમગ્ર જૈન સમાજ દુઃખની લાગણી અનુભવી રહ્યાં છે. જીવોની હત્યા ના થાય અને સાતામાં રહી તપ, ત્યાગની આરાધના કરી શકે તેવા હેતુથી પર્યુંષણ પર્વ દરમ્યાન કતલખાના બંધ રાખવા માટે ગુજરાતી દિગમ્બર જૈન સમાજ મહાસંઘ દાહોદ, પંચમહાલ ડિવીઝન દ્વારા મુખ્યમંત્રી તેમજ દાહોદ નગરપાલિકા સત્તાધિશોને એક લેખિત રજુઆત કરી કતલખાના બંધ કરાવવા તેમજ રાખવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.

————————————-

 

Share This Article