
દાહોદ તા.24
આજ રોજ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દાહોદ જિલ્લા ની કારોબારી બેઠક જિલ્લા અધ્યક્ષશ્રી બળવંતસિંહ ડાંગરની અધ્યક્ષતામાં ઘનશ્યામ હોટલ પીપલોદ મુકામે યોજાય હતી.જિલ્લા કારોબારી બેઠક માં સદસ્યતા અભિયાનની કામગીરી ની સમીક્ષા,ગુરુ વંદના કાર્યક્રમ નાં આયોજન વિશે,શિક્ષકો નાં પડતર પ્રશ્નો સંદર્ભે,HTAT નાં પ્રશ્નો, તાલુકાની વહીવટી બાબતો સંદર્ભે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.આજની બેઠક માં જિલ્લાના દરેક તાલુકામાં નવીન વાલીની નિયુક્તિ કરીને તેમની જવાબદારી થી તેમને વાકેફ કરવામાં આવ્યાં.આજની આ જિલ્લા કારોબારી બેઠક માં દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ મયુરભાઈ પારેખ સાહેબ દ્વારા ‘મિશન નેચર કેર’ અંતર્ગત જિલ્લાની દરેક શાળામાં શિક્ષકદીઠ 10 રોપાના વૃક્ષારોપણ કાર્યને હાંકલના સ્વરૂપમાં ઉપાડી લેવા માટે જિલ્લા અધ્યક્ષે આહ્વાન કર્યું હતું.બેઠક માં ઝાલોદ તાલુકા માટે નવીન મંત્રી દેવાંગભાઈ વસૈયા તથા સંગઠન મંત્રી તરીકે વાલસિંગભાઈ મકવાણા ની નિયુક્તિ કરવામાં આવી હતી.
આજની આ જિલ્લા કારોબારી બેઠકમાં જિલ્લા મંત્રી નીતેશભાઈ પટેલ, પ્રાંત ઉપાધ્યક્ષ -સરદારભાઈ મછાર, પ્રાંત મહિલા ઉપાધ્યક્ષ -પલ્લવી બેન પટેલ,જિલ્લા સંગઠન મંત્રી – અર્જુનભાઈ પ્રજાપતિ, રાજ્ય કારોબારી સભ્ય-દેશિંગભાઇ તડવી ,દરેક તાલુકાના પ્રમુખ,મંત્રી સહિત મહત્વના 70 જેટલાં હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતાં.