“એ કાપ્યો છે” રંગબિરંગી પતંગોના પર્વ”ઉતરાયણ”ને ધામધુમથી મનાવવા માટે યુવાધન સજ્જ

Editor Dahod Live
1 Min Read

વિનોદ પ્રજાપતી @ ફતેપુરા 

ફતેપુરા તા.13

ઉત્તરાયણ પર્વની ઉજવણી માટે તડામાર તૈયારી આકાશ યુદ્ધના પર્વ એટલે ઉત્તરાયણ ઉત્તરાયણ ના હવે આડેએક જ દિવસ બાકી છે ત્યારે ઉત્તરાયણ પર્વને લઇ ફતેપુરામાં યુવાનો બાળકો તેમજ વડીલોમાં પણ ઉત્સાહ ચરમ સીમાએ પહોંચ્યો છે તાલુકામાં ઠેરઠેર પતંગો અને માંજો પીવડાવી આપવા માટે ઊભા થયેલા સ્ટોલોમા છેલ્લી ઘડીએ ભારે ભીડ જોવા મળી હતી

૧૪મી જાન્યુઆરીએ ઉજવાતો રંગબેરંગી પતંગોના આકાશી યુદ્ધ નો તહેવાર ઉતરાયણ યુવાનો બાળકો તેમજ વડીલો પણ અતિ પ્રિય તહેવાર ગણાય છે જેમાં આ તહેવારને આડે માત્ર ગણતરીના કલાકો બાકી રહ્યા છે આ પર્વને આન-બાન-શાનથી મનાવવા ફતેપુરા નગરમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે જેમાં સૌથી વધુ યુવાનો અને બાળકોમાં આ પર્વનો ઉત્સવ ચરમ સીમાએ પહોંચ્યો છે
અલગ-અલગ પ્રકારની કલાત્મક ડિઝાઈન વાળી ફિલ્મ કલાકારો ની ફર્સ્ટ પોસ્ટર વાળી તેમજ રાજકીય અગ્રણીઓ ના ફોટા વાળી તેમજ વિવિધ લખાણો અને અનોખો સંદેશો ફેલાવતી રંગબેરંગી પતંગોના ખડકલા થવા પામે છે જ્યારે વિવિધ પ્રકારની સીટીઓ બ્યૂગલ વાજાવો ડીજે તૈયારી કરતા જોવા મળ્યા છે

Share This Article