Thursday, 21/11/2024
Dark Mode

ફતેપુરા તાલુકાના મોટી રેલ ગામે આંગણવાડીનો રસ્તામાં ફેંકી દેવાયેલ મીઠાનો જથ્થો મળી આવ્યો

ફતેપુરા તાલુકાના મોટી રેલ ગામે આંગણવાડીનો રસ્તામાં ફેંકી દેવાયેલ મીઠાનો જથ્થો મળી આવ્યો

હિતેશ કલાલ @ સુખસર 

આંગણવાડી વિભાગનો નો મીઠા નો જથ્થો ફેંકી દેવાયેલો મળ્યો,ગ્રામજનો દ્વારા તંત્રને જાણ કરવા છતાં કોઈ કામગીરી ન કરાઇ?એક કિલોમીટર સુધી રસ્તામાં 500થી વધુ થેલીઓ ફેંકી દેવાઈ હોવાનું જણાવતા ગ્રામજનો.

સુખસર તા.ફતેપુરા તાલુકાના મોટી રેલ ગામે આંગણવાડીનો રસ્તામાં ફેંકી દેવાયેલ મીઠાનો જથ્થો મળી આવ્યો

ફતેપુરા તાલુકાના મોટીરેલ ગામે જાહેર રસ્તા પર આઇસીડીએસ વિભાગ નો મીઠા નો જથ્થો જેકી દેવાયેલો મળી આવ્યો હતો ગ્રામજનો દ્વારા તંત્રને જાણ કરવા છતાં કોઇ કાર્યવાહી થઇ ન હોવાનું જાણવા મળ્યું હતું એક કિલોમીટર સુધી રસ્તા પર 500થી વધુ થેલીઓ જથ્થો પડેલો હોવાનું નજરે જોવા મળ્યું હતું. આ જથ્થો કોણ ફેંકી ગયું અને કયા કારણોસર ફેકી દેવાયો તે તપાસ બાદ જ બહાર આવે તેવું જણાઈ રહ્યું છે.
મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા લાભાર્થીઓને આયોડીન પ્રોટિન આર્યન યુક્ત નાસ્તો આપવામાં આવે છે જેમાં ડબલ ફોર્ટિફાઇડ મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે આંગણવાડી ઓ મા આપવામાં આવતો ડબલ ફોર્ટિફાઇડ આયોડીન અને આર્યન યુક્ત મીઠા નો જથ્થો

જાહેર રસ્તા પર ફેંકી દેવાયો હોવાનું જાણવા મળ્યું હતું મોટીરેલ ગામે જાહેર રસ્તા પર એક કિલોમીટર સુધી ઠેર ઠેર મીઠા ની થેલીઓ ફેકી દેવાયેલી હોવાની નજરે જોતા જણાઈ આવ્યું હતું. ગ્રામજનોએ જણાવ્યું હતું કે ૫૦૦ થી વધુ થયેલો રસ્તા પર ફેંકી દેવાયેલી છે તેમજ કેટલીક કેરીઓ રસ્તા ઉપર તોડીને વેરી દેવાયેલી છે આટલો બધો જથ્થો કોણ ફેંકી ગયું તે જાણવા મળ્યું નથી પરંતુ આંગણવાડીમાં જાણ કરવા છતાં કોઇ કામગીરી કરવામાં આવી ન હોવાનું જણાવ્યું હતું. જેથી જિલ્લા ના અધિકારીઓ દ્વારા આટલો મોટો જથ્થો કોણ ફેંકી ગયું અને કયા કારણોસર ફેકી દેવાયો તે બાબતે તપાસ હાથ ધરી કસૂરવારો સામે પગલાં લેવાય તેઓ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.

error: Content is protected !!