દાહોદમાં ભાડુઆતોની દાદાગીરી..11 માસનો કરાર પૂર્ણ થતાં દુકાન ખાલી કરવા ટકોર કરતા બે ભાડુઆતોએ દુકાન માલિકને ધાકધમકી આપી 25 લાખની ખંડણી માંગી:પોલિસ ફરિયાદ નોંધાઈ 

Editor Dahod Live
2 Min Read

  જીગ્નેશ બારીયા :- દાહોદ  

દાહોદમાં ભાડુઆતોની દાદાગીરી..11 માસનો કરાર પૂર્ણ થતાં દુકાન ખાલી કરવા ટકોર કરતા બે ભાડુઆતોએ દુકાન માલિકને ધાકધમકી આપી 25 લાખની ખંડણી માંગી:પોલિસ ફરિયાદ નોંધાઈ 

દાહોદ તા.24

દાહોદ શહેરમાં એમ.જી.રોડ ખાતે આવેલ એક કોમ્પલેક્ષની બે દુકાનો ભાડા પેટે અગીયાર મહિનાના કરાર પેટે આપી કરાર મુજબ અગીયાર મહિના બાદ દુકાન ખાલી કરવાનો વિશ્વાસ આપી બાદમાં અગીયાર મહિના વીતી ગયાં બાદ દુકાન ખાલી ન કરી અને દુકાનના માલિકને ધાકધમકીઓ આપી રૂા.૨૫ લાખની માંગણી કરી ધાકધમકીઓ આપતાં આ સંબંધે દાહોદ પોલીસ મથકે બે વ્યક્તિઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

દાહોદ તાલુકાના ઉકરડી ગામે નુર મહોલ્લામાં રહેકા સોફીયા સેફીભાઈ ભાભરાવાલાની દાહોદ શહેરના એમ.જી.રોડ કુકડા ચોકમાં આવેલ સીટી સર્વેની જમીનમાં કૃષ્ણા શિવ કોમ્પ્લેક્ષમાં બે દુકાનો આવેલ છે. આ દુકાનોને સોફીયાબેને મહેશકુમાર રામભરોસે વર્મા (રહે.ગોધરા રોડ, નર્સીંગ કોલોની, દાહોદ) અને રાકેશસિંહ રાજદેવસિંહ ક્ષત્રીય (રહે. ગોધરા રોડ, જનતા કોલોની, દાહોદ)ને અગીયાર મહિનાના ભાડા કરારથી સોફીયાબેન પાસેથી તા.૩૦.૦૭.૨૦૨૦ થી તારીખ ૨૨.૦૫.૨૦૨૧ના સમયગાળા દરમ્યાન લીધી હતી. કરારથી ભાડે લઈને ભાડા કરાર મુજબ દુકાનો ખાલી કરવાનો વિશ્વાસ અને ભરોષો સોફીયાબેનને આપી દુકાનો ભાડે લીધી હતી. કરાર પુરો થથાં સોફીયાબેને પોતાની દુકાનો ઉપરોક્ત બંન્ને જણાને ખાલી કરી આપવાનું કહેતાં ખાલી કરવાની ના પાડી મારી નાંખવાની ધમકી આપી સોફીયાબેન પાસેથી રૂા.૨૫ લાખની માંગણી કરી બળજબરીથી નાણાં પડાવવાની કોશિષ કરી એકબીજાની મદદગારી કરતાં આ સંબંધે સોફીયાબેન સેફીભાઈ ભાભરાવાલાએ દાહોદ શહેર પોલીસ મથકે મહેશકુમાર રામભરોસે વર્મા અને રાકેશસિંહ રાજદેવસિંહ ક્ષત્રીય aવિરૂધ્ધ ફરિયાદ નોઁધાવતાં પોલીસે ગુનો નોઁધી આગળની તપાસ હાથ ધરી છે.

——————————————–

Share This Article