Thursday, 28/03/2024
Dark Mode

દે.બારીયાના એન્દના મેળામાં તપાસઅર્થે ગયેલા મામલતદારની ટીમ પર હુમલામાં તપાસનો ધમધમાટ:13 લોકોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરાઈ

May 15, 2021
        1079
દે.બારીયાના એન્દના મેળામાં તપાસઅર્થે ગયેલા મામલતદારની ટીમ પર હુમલામાં તપાસનો ધમધમાટ:13 લોકોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરાઈ

રાહુલ મહેતા :- દે. બારીયા 

દે.બારીયાના એન્દના મેળામાં તપાસઅર્થે ગયેલા મામલતદારની ટીમ પર હુમલામાં તપાસનો ધમધમાટ:13 લોકોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરાઈ

 મામલતદારની ટીમ પર થયેલા હુમલાના ઉચ્ચસ્તરીય  પડ્ઘા પડ્યા

એન્દના મેળામાં 200 થી 300 લોકોના ટોળાએ મામલતરની ટીમ પર હુમલો કર્યોં હતો.

દાહોદ તા.૧૫

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના કાસટીયા ગામે ગતરોજ એન્દના મેળામાં દેવગઢ બારીઆના નાયબ મામલતદાર અને ટીમ પર થયેલ હુમલાના પગલે એક્શનમાં આવેલ પોલસે અંદાજે ૧૩ જેટલા વ્યક્તિઓને પુછપરછ માટે પોલીસ મથકે બોલાવી હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે આ ઘટનાના પડધા ઉચ્ચસ્તરીય ગયા હોવાનું પણ કહેવાઈ રહ્યું છે અને આ મામલે તલસ્પર્શી તપાસ પણ ધરાઈ રહી છે.

 

 દેવગઢ બારીઆ તાલુકાના કાસટીયા ગામે ગતરોજ આશરે ૨૦૦ થી ૩૦૦ માણસોના ટોળા દ્વારા એન્દના મેળાનું આયોજન કર્યું હતું અને આ મેળામાં જાહેરનામાનો ભંગ થતો હોવાનું માલુમ પડતાં દેવગઢ બારીઆ નાયબ મામલતદાર અને તેમની મોડી રાત્રીના સમયે આ કાસટીયા ગામે ત્રાટકી હતી જ્યાં કાર્યવાહી દરમ્યાન ૨૦૦ થી ૩૦૦ માણસોના ટોળાએ આ નાયબ મામલતદારની ટીમ ઉપર હુમલો કર્યાે હતો અને કર્મચારીઓને માર પણ માર્યાે હતો. આ સંદર્ભે દેવગઢ બારીઆના નાયબ મામલતદાર દ્વારા દેવગઢ બારીઆ પોલીસ મથકે ૩૦૦ માણસોના ટોળા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જેને પગલે કાસટીયા ગામના ૧૩ જેટલા વ્યક્તિઓને દેવગઢ બારીઆ પોલીસે પુછપરછ માટે પોલીસ મથકે આજે બોલાવ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે આ અંગે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ ઉચ્ચસ્તીય તપાસ પણ હાથ ધરાઈ છે. ગઈકાલની ઘટનાને પગલે ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો છે ત્યારે આ ઘટનાને પગલે અનેક તર્ક વિતર્કાે પણ જન્મ લીધો છે.

————————————————

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!