Thursday, 21/11/2024
Dark Mode

ફતેપુરાના કનાગરા મહાદેવ ખાતે ધૂળેટીનો “રાડનો” આદિવાસી લોકમેળો ધામધુમથી ઉજવાયો.

ફતેપુરાના કનાગરા મહાદેવ ખાતે ધૂળેટીનો “રાડનો” આદિવાસી લોકમેળો ધામધુમથી ઉજવાયો.

 વિનોદ પ્રજાપતિ @ ફતેપુરા/હિતેશ કલાલ @ સુખસર 

ફતેપુરાના કનાગરા મહાદેવ ધૂળેટીનો રાડ નો મેળો યોજાયો,ત્રણ રાજ્યોની પ્રજા મેળામાં ઉમટી: આદિવાસીઓની ઓળખ સમી લોકનૃત્ય કરાયા.

ફતેપુરા/સુખસર તા.13

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામે કનાગરા મહાદેવ ખાતે પ્રાકૃતિક વાતાવરણમાં ધુળેટીના મહાપર્વ નિમિત્તે વિશાળ “રાડનો” આદિવાસી લોકમેળો છેલ્લા ત્રણ વર્ષથી ભરવામાં આવે છે આ મેળામાં ત્રણ રાજ્યોનો આદિવાસી સમાજની સાથે અન્ય સમાજના લોકો  ઉત્સાહભેર ઉમટી પડે છે.કનાગરા મહાદેવની છત્રછાયામાં વિશાળ ભાતીગળ રાડ ખેલવામાં આવી હતી.જેનું નેતૃત્વ “ભીલ પારગી સેવા સંસ્થા બોરવણીયાએ” લીધેલ લોક સંસ્કૃતિને ઉજાગર કરતી ગપ્પુલી,ગરગુડીયું,ધાડવો,આંટીયા,ઢાલલોકનૃત્ય, ચકરડી ઘુમ્મર સહીત વિવિધ તાલે યુવાધન સહીત મોટેરાં આમકદના આદમી મન મુકીને નાચેલ આ મેળામાં મનોરંજનના વિવિધ સંશાધનોના માલીકોએ ભાગ લીધેલ સાથે વિવિધ ઘરઘથ્થું  જીવન નિર્વાહ માટેની વસ્તુઓ વેપારીઓ ધ્વારા વેચાણ માટે દુકાનો ઠેકઠેકાણે ગોઠવાતાં જનતાં પોતાને અનુરુપ વસ્તુઓની ખરીદી કરી હતી.બાળકોને ચકડોળમાં બેસવા માટે લાઇનો લાગેલ હતી.મેળાની પૂર્ણાહુતિ બાદ સંગોષ્ઠિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.સમાજના વડીલોએ પોતે કરેલા કાર્યોની રુપરેખા આમ જનતાં સામે રજુ કરી હતી.આ પ્રસંગે કનૈયાલાલ પારગી અધ્યક્ષશ્રી ભીલ પારગી સેવા સંસ્થા બોરવણીયાએ જણાવેલ કે છેલ્લા સાત વર્ષથી બોરવણીયા પાલ સહીત આજુબાજુના વિસ્તારમાં ડી જે બંધ કરવા માટે સંસ્થાના મુખ્ય સંયોજક અને સાહિત્યકાર અર્જુનસિંહ પારગીએ હજારોની જનમેદની વચ્ચે સોગંદ જમણા હાથે લેવડાવેલ તે અકબંધ છે લગ્ન પ્રસંગે કોઇ ડીજે વગાડતું નથી જે આદિવાસી સમાજે નોંધ લેવા જેવી વાત છે તેમજ દહેજ કોઇ લેતું નથી કે આપતું નથી કદાચ કોઇ ચોરીછુપીથી દિકરીનું દહેજ લે તો તેને ઘેર કોઇ બેસતું નથી.જે ગુજરાત અને અન્ય રાજ્યોની પ્રજાએ નોંધ લેવા જેવી બાબત છે.તેમજ લગ્ન પ્રસંગે કંસાર,દાળ,ભાત સિવાઇ કશું વધારે  બનાવવામાં આવતું જ નથી અને નીચે બેસીને જ જમવાની નીતિ રીતિના સોગંધ અકબંધ છે તેમજ  સમગ્ર  આદિવાસી સમાજનું ધ્યાન દોરતાં જણાવેલ કે આજકાલ આદિવાસી સમાજ ચડશાચડશીમાં ગળાડુબ છે. જેથી હવેથી જમવા પુરતો જ ચાંદલો કે કન્યાના  કરવું વધારે એકપણ પૈસો ચાંદલો  કરવો નહિ  તેમજ કોઇના કપડા ઓઢવા નહિ કે ઓઢાડવા નહિ આ પ્રસંગે વરીષ્ઠ અધ્યાપક લક્ષ્મણભાઇ પારગી, દાહોદ જિલ્લા પ્રમુખના ભાઇ હિતેશભાઈ પારગી,ડો દોલતરામ પારગી, ઢાલલોકનૃત્ય ટીમના ટીમ લીડર સુંદરાવના મોહનભાઇ પારગી, મુકેશભાઈ પારગીએ પોતપોતાના વિચાર રજુ કરેલ સમગ્ર કાર્યક્રમનું કવરેજ  સાહિત્યકાર ભીલ પારગી સેવા સંસ્થા  બોરવણીયાના મુખ્ય સંસ્થાપક અર્જુનસિંહ પારગીએ કરેલ આગામી 15 માર્ચના રોજ ઘુઘસ ગામના અને 1961 ની સાલમાં બલાલીયાપાલ દરીયાવાદ ખાતે ભયંકર જંગલમાં વિરગતિ પામેલ સામજીભાઇ પારગીની ભુમિ ઉપર  વિશાળ લોકમેળાના રુપમાં ત્રીજુ આદિવાસી પરિવારનું  મહાસંમેલન મળનાર હોવાની જાહેરાત કરવામાં આવી હતી.

error: Content is protected !!