સુખસર મહાદેવ મંદિર ખાતે પાંચમાં પાટોત્સવની ઉજવણી કરાઈ

Editor Dahod Live
1 Min Read

હિતેશ કલાલ @ સુખસર 

સુખસર મહાદેવ મંદિર પાંચમાં પાટોત્સવની ઉજવણી કરાઈ, શોભાયાત્રા મહાપ્રસાદ અને સંગીત સુંદરકાંડ આયોજન કરાયું

સુખસર તા.11

ફતેપુરા તાલુકાના સુખસરમાં મહાદેવ મંદિરે મંગળવારના રોજ સુખેશ્વર મહાદેવ મંદિર પાંચમા પાટોત્સવની ઊજવણી કરાઇ હતી નગરમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી મહાપ્રસાદનું આયોજન કરાયો હતો તેમજ રાત્રીના સમયે સંગીતમય પ્રકારનું આયોજન કરાયું હતું

 ફતેપુરા તાલુકાના સુખસરમાં સુખેશ્વર મહાદેવ મંદિર ખાતે મંગળવારે પાટોત્સવના પાંચ વર્ષ પૂર્ણ થતા હોય પાંચમાં પાટોત્સવની ઊજવણી કરાઇ હતી સવારે મહાદેવને અભિષેક કરાયો હતો બપોરના સમયે ભક્તજનો દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી હતી નાના બાળકો યુવાનો દ્વારા ઉજવણી કરાઈ હતી સાંજના સમયે પ્રસાદ ભંડારાનું આયોજન કરાયું હતું તેમજ રાત્રીના સમયે સંગીત ના સુંદરકાંડ પણ આયોજન કરાયું હતું સમસ્ત ગ્રામજનોના સહયોગથી પાટોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરાઇ હતી.

Share This Article