દાહોદ ડેસ્ક, તા . ૨૦
આસુરી શકિત પર દૈવી શકિતના વિજય સમા હોળીના તહેવારની આજે ધામધુમથી દાહોદ શહેર સહીત જીલ્લામાં તમામ નાના મોટા ગામોમાં હોળી પર્વની ઉજવણી પરંપરા મુજબ કરવામા આવી હતી.આવી કારમી મોઘવારીમાં અસુષ્ય ભાવવધારાના કારણે બજારોમાં હોળીના પર્વમાં એક વસ્તુ ખરીદવા દશ માણસનું ટોળુ આવતુ હોવાથી બજારોમાં ભારે ભીડ જોવા મળી હતી . પરંતુ જોઇએ તેટલી ઘરાકી મળી ન હતી . હોળીના ચાર પાંચ દિવસ અગાઉથી ગ્રામ્ય વિસ્તારમાં રસ્તાઓ ઉપર મોટા પથ્થર મુકી દઇ અવરોધ મુકી આવતા જતા વાહનોને રોકી ગોટના નામે પૈસા ઉઘરાવવામાં આવે છે દાહોદ શહેરમાં હોળીના પર્વની આગવી રીતે ઉજવણી કરવામાં આવે છે . શહેરમાં આમ તો મહોલ્લે મહોલ્લે હોળી પ્રગટાવવામાં આવે છે પરંતુ સૌ પ્રથમ શહેરની મુખ્ય ગણાતીગાંધી ચોક હોળી પ્રગટાવ્યા બાદ તેમાંથી મશાન પ્રગટાવી તમામ મહોલ્લામાં લઇને પોતાના મહોલ્લાની હોળી પ્રગટાવાય છે . હોળી શહેરની મુખ્ય ગાંધીચોકની પ્રગટાવાય છે.ઇકો ફ્રેન્ડલી હોળી શહેરની મુખ્ય ગાંધીચોકની પ્રગટાવ્યા બાદ તુરંત ઝંડી લુંટવા માટે પડાપડી થાય છે.તેમાં ઘણી વખત મારામારીના પ્રસંગો થાય છે અને ઝગડો પણ થાય છે . દાહોદ શહેરમાં છેલ્લા બે ત્રણ દિવસથી મહોલ્લામાં અને ગલીઓમાં ટાબરીયા રંગના ફુગ્ગા ભરી છુટ્ટા ફેકી હોળીની ઉજવણીની શરુઆત કરી દીધી હતી .હોળી પર્વ બાદ બીજા દિવસે ઘુળેટીનો પર્વ દાહોદ શહેર જીલ્લાના ગામોમાં નગરજનો ધુળેટીના પર્વને એક બીજાને ગુલાલ કંકુ વગેરેનો છંટકાવ આપી કલરીંગ પાણીથી પલાળી આનંદ ભર્યા વાતાવરણમાં ધુળેટી પર્વની ઉજવણી કર્યા બાદ ગુલાલ – કંકુનો છંટકાવ તથા કરે છે.હોળી ધુળેટી પર્વ નિમિતે વૈષ્ણવ કેસુડાના કલરની દર્શનાર્થીઓ નાચગાન કરી મંદિરોમાં હોળીના રસીયા સંગીતમય કરી આ પર્વને શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી.
પર્યાવરણ સુરક્ષા હેતુસર પર્યાવરણની જાણવણી કાજે ઇકો ફેન્ડલી હોળી પ્રકટ કરાઇ
પર્યાવરણ સુરક્ષા હેતુસર પર્યાવરણની જાણવણી કાજે ઇકો ફેન્ડલી હોળી પ્રકટ કરાઇ
