Saturday, 12/07/2025
Dark Mode

સાગડાપાડા ગામે પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને રાત્રી ગ્રામસભા યોજાઇ

સાગડાપાડા ગામે પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને રાત્રી ગ્રામસભા યોજાઇ

હિતેશ કલાલ @ સુખસર 

સાગડાપાડા ગામે પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને રાત્રી ગ્રામસભા યોજાઇ, શાળાના જર્જરિત ઓરડા આંગણવાડી અને રસ્તાઓ માટેની રજુઆત કરાઈ.

સુખસર તા.10

ફતેપુરા તાલુકાના સાગડાપાડા સામે પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને રાત્રી ગ્રામસભાનું આયોજન કરાયું હતું જેમાં ગ્રામજનો દ્વારા ગામના વિવિધ પ્રશ્નો મુદ્દે રજૂઆતો કરવામાં આવી હતી જેમાં વહેલી તકે નિકાલ કરવા માટે બાંહેધરી આપવામાં આવી હતી.

     ફતેપુરા તાલુકાના સાગડાપાડા ને પ્રાંત અધિકારી ચૌધરીના અધ્યક્ષસ્થાને રાત્રી ગ્રામસભાનું આયોજન કરાયું હતું જેમાં મામલતદાર પારગી ભાજપ જિલ્લા પ્રમુખ શંકરભાઇ અમલીયાર ગામના આગેવાન બાબુભાઇ અમલીયાર સરપંચ રતનબેન સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ગ્રામજનો દ્વારા પ્રાથમિક શાળાના જર્જરિત ઓરડાઓ પાડી બહુમાળી બિલ્ડીંગ બનાવાય ચોમાસામાં નાળામાં પાણી આવી જવાથી રસ્તો બંધ થઈ જાય છે જેથી ઉચ્ચો પુલ બનાવાય રસ્તાઓની કામગીરી હાથ ધરાય આંગણવાડી બાંધવામાં આવે એવી રજૂઆતો કરાઇ હતી જેમાં આ સમસ્યાઓને વહેલી તકે નિરાકરણ લાવવા માટે અધિકારીએ બાહેધરી આપી હતી.

error: Content is protected !!