દાહોદ ફુડ એન્ડ ડ્રગ વિભાગના સંજેલી ખાતે ધામા:ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોનુ સ્થળ પર નાશ કરી નોટિસ ફટકારતા મિલાવટખોરોમાં ફફડાટ

Editor Dahod Live
2 Min Read

જીગ્નેશ બારીઆ @દાહોદ / કપિલ સાધુ @ સંજેલી 

દાહોદ ફુડ એન્ડ ડ્રગ વિભાગના સંજેલી ખાતે ધામા,ખાદ્ય પદાર્થ જેવા કે, મરચા પાવડર, હળદર પાવડર, ઘી અને રતલામી સેવના નમુના લેવામાં આવ્યા, સંજેલી પંથકમાં ફુડ એન્ડ ડ્રગ વિભાગની ચેકીંગ દરમિયાન ૧૧ પેઢીઓને નોટીસ તેમજ નાસ્તાની દુકાનોનોમાંથી અખાદ્ય તેલ તેમજ અન્ય ભેળસેળ યુક્ત  સામગ્રીનું સ્થળ પર નાશ કરતા ભેળસેળીયા તત્વોમાં ફફડાટ. 

દાહોદ તા.૧૦

Contents

દાહોદ ફુડ એન્ડ ડ્રગ વિભાગે આજરોજ સંજેલી ખાતે ધામા નાંખ્યા હતા.જ્યા સંજેલી તાલુકાના જુદા જુદા પેઢી, નાસ્તાનાની દુકાનો તેમજ ખાણીપીણીના લારી ગલ્લાવાળાઓને ત્યા તપાસ હાથ ધરતાં વગર લાયસન્સે ચાલતી ૧૧ પેઢીઓને નોટીસ તેમજ નાસ્તાની દુકાનોનો અખાદ્ય તેલ તેમજ એક્સપાઈરેડ ઠંડાપીણાનો પણ નાશ કરવામાં આવ્યું હતુ.

સંજેલી તાલુકાના જુદા જુદા વિસ્તારમાં આજરોજ દાહોદ ફુડ એન્ડ ડ્રગ વિભાગે ઓચિંતી સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરી હતી. ડેસીમ્નેટેડ ઓફીસર જી.સી.તડવી અધ્યક્ષસ્થામાં ફુડ સેફ્ટી ઓફિસરની ટીમ દ્વારા આ ચેકીંગ હાથ ધરવામાં આવી હતી જેમાં ખાદ્ય પદાર્થ જેવા કે, મરચા પાવડર, હળદર પાવડર, ઘી અને રતલામી સેવના નમુના લેવામાં આવ્યા હતા. આ તપાસ દરમ્યાન ૧૧ પેઢીઓ જે વગર લાયસન્સે ધંધો ચલાવતી હતી તેઓને સ્થળ પર નોટીસ ફટકારવામાં આવી હતી. ત્યાર બાદ નાસ્તાની દુકાનોમાં પણ ચકાસણી હાથ ધરી હતી જેમાં ખાદ્ય તેલનું ટી.પી.સી. મશીન દ્વારા ચેકીંગ કરવામાં આવ્યુ હતુ અને એક્સપાઈરડ ઠંડા પીણાનો પર નાશ કરવામાં આવ્યો હતો. ફુડ એન્ડ ડ્રગ વિભાગની ચેકીંગથી સંજેલી તાલુકાના વેપારી,ધંધાદારી તેમજ લારી ગલ્લાવાળો સહિત લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.

Share This Article