Thursday, 21/11/2024
Dark Mode

ફતેપુરામાં બે જુદા-જુદા માર્ગ અકસ્માતોમાં 8 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત :સદભાગ્યે કોઈ જાનહાની નહી

ફતેપુરામાં બે જુદા-જુદા માર્ગ અકસ્માતોમાં 8 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત :સદભાગ્યે કોઈ જાનહાની નહી

હિતેશ કલાલ  @ સુખસર  

ફતેપુરા તાલુકાના સુખસરમાં પેસેન્જર ભરેલ લોડીંગ રેંકડો પલટી મારતા સાત મુસાફરોને ઈજા,પાડલીયા માં એસ.ટી.બસ મોટરસાયકલ વચ્ચે અકસ્માતમાં એકને ઇજા.

સુખસર તા.10

 ફતેપુરા તાલુકાના સુખસરમાં પેસેન્જર ભરેલ રેકડો પલટી ખાતા સાત જેટલા મુસાફરોને ઈજા પહોંચી હતી જ્યારે પાડલીયા ગામે એસટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત થતાં બાઇક ચાલકને ઇજા પહોંચી હતી બંને અકસ્માતમાં સુખસર પોલીસ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં ખાનગી વાહનચાલકો બેફામ બની રહ્યા છે.અને દિનપ્રતિદિન નાના મોટા વાહન અકસ્માતો નોતરી રહ્યા છે. કંથાગર ગામના દિતા ભાઈ મેઘાભાઇ બારીયા કંથાગર તરફથી સુખસર તરફ એક પાર્સિંગ વગર ના રેકડામાં સાંજના પાંચેક વાગ્યાના અરસામાં મુસાફરો ભરી સુખસર તરફ આવી રહ્યો હતો.તેવા સમયે સંગાડા ફળિયાથી પસાર થતા રસ્તા ઉપર રેકડાના ચાલકે સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા મુસાફરો ભરેલો રેકડો રસ્તાની સાઈડમાં ગટરમાં પલ્ટી ખવડાવ્યો હતો.રેકડો પલટી ખાતા અંદર બેઠેલા મુસાફરો એ ચિચાચીસ કરી મૂકી હતી. તેવા સમયે આસપાસથી લોકો દોડી આવી રેકડામાં મુસાફરી કરતા  કુલ સાત જેટલા મુસાફરોને નાની-મોટી ઇજાઓ પહોંચવા પામી હતી.જ્યારે રેકડા ચાલક પોતાના કબજાના રેકડા ને ઉભો કરી રેકડો લઈ ભાગી છૂટ્યો હતો.જ્યારે ઇજાગ્રસ્ત મુસાફરોએ   ૧૦૮ દ્વારા  સારવાર સારવારાર્થે ખસેડાયા હતા.

  જ્યારે બીજા અકસ્માત બનાવમાં આજરોજ સુભાષભાઈ જેસીંગભાઇ તાવીયાડ રહે.ગોઠીબ હોળીફળિયા તા. સંતરામપુરનાઓ રૂપાખેડા ગામે મોટરસાયકલ પર  બહેનને મુકવા માટે આવેલ હતા.તે દરમિયાન સવારના દસ વાગ્યાના અરસામાં પાડલીયા ગામેથી પસાર થતા સામેથી આવતી એસ.ટી.બસ સાથે અકસ્માત થતા સુભાષભાઈ તાવીયાડ  નીચે પટકાતા  ઈજા પહોંચી હતી. બંને અકસ્માતમાં સુખસર પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

error: Content is protected !!