૧૪ વર્ષીય કિશોરીની લાશ ગામના કૂવામાંથી મળી આવતા ચકચાર: હત્યા કે આત્મહત્યા? પોલીસ તપાસમાં જોતરાઈ

Editor Dahod Live
3 Min Read

હિતેશ કલાલ @ સુખસર 

ફતેપુરા તાલુકાના ભીતોડી ગામની ૧૪ વર્ષીય કિશોરીની લાશ ગામના કૂવામાંથી મળતા ચકચાર.મૃતક કિશોરી ૭ જાન્યુઆરી  ના રોજ ઘરેથી ગુમ થઈ હતી તેની લાશ ૯ જાન્યુઆરીએ કૂવામાંથી મળી આવતા ચકચાર, હત્યા કે આત્મહત્યા પોલીસ તપાસમાં જોતરાઈ,યુવતીની હાથની એક બંગડી તથા નાકમાં પહેરેલ સોનાની વાળી તેના મકાનના ઓટલા ઉપર પરિજનોને મળી આવ્યા, 

સુખસર તા.10

      ફતેપુરા તાલુકાના ભીટોડી ગામની ૧૪ વર્ષીય કિશોરીની ગુમ થયાના બે દિવસ બાદ લાશ ગામના કૂવામાંથી મળતા ચકચાર મચી જવા પામી હતી પિતાની ફરીયાદના આધારે સુખસર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી પાણી પી જવાથી મોત થયું હોવાનું તબીબે પીએમ રિપોર્ટમાં જણાવ્યું હતું હત્યા છે કે આત્મહત્યા તે પોલીસ તપાસ બાદ જ ખબર પડે તેવું જણાઈ રહ્યું છે.

ફતેપુરા તાલુકાના ભીતોડી ગામની ૧૪ વર્ષીય કિશોરી જે ધોરણ-૯માં સુખસર નુતન વિદ્યાલય ખાતે અભ્યાસ કરતી હતી. જે 7 જાન્યુઆરીએ  સાંજના સમયે થી ઘરેથી ગુમ હતી પરિવારજનો દ્વારા આસપાસમાં શોધખોળ કરવા છતાં કોઈ પત્તો લાગ્યો ન હતો.જેથી ૯ જાન્યુઆરી ૨૦૨૦ ના રોજ કિશોરી  ગુમ થઈ હોવા બાબતે  પિતા દ્વારા સુખસર પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ તપાસ દરમિયાન

ગુરૂવારના રોજ કાજલબેનનો મૃતદેહ તેના મકાનથી થોડે દૂર આવેલ કૂવાના પાણી ઉપર તરતો હોવાનું નજરે પડતા પરિવારજનોમાં રોક્કળ મચી જવા પામી હતી. સુખસર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી કુવામાંથી લાસ બહાર કાઢી પી.એમ.અર્થે સુખસર સરકારી દવાખાનામાં મોકલી આપવામાં આવી હતી. મૃતક કાજલ બેનનું વધુ પાણી પી જવાથી મોત નીપજેલ હોવાનું પી.એમ.ના પ્રાથમિક રિપોર્ટમાં તારણ આવ્યું હોવાનું પી.એમ કરનાર તબીબ દ્વારા જાણવા મળે છે. મૃતકના પિતાની ફરીયાદના આધારે પોલીસે અકસ્માતે મોત નો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી ઘરેથી ગુમ થયેલ કિશોરીની હત્યા થઈ છે કે આત્મહત્યા થઈ છે એ કયા કારણોસર તેનું મોત નિપજેલ છે તે પોલીસની ઘનિષ્ઠ તપાસ બાદ જ હકીકત બહાર આવે તેવું જણાઈ રહ્યું છે

 યુવતીએ પહેરેલા દાગીના ઘરના ઓટલે મૂકી ગુમ ગઈ: પરિવારજનોને દાગીના મળ્યા બાદ શોધખોળ આદરી    

કિશોરી ઘરેથી ગુમ થયા પહેલા તેના હાથની એક બંગડી તથા નાકમાં પહેરેલ સોનાની વાળી તેના મકાનના ઓટલા ઉપર મૂકી ઘરેથી ગુમ થઈ હતી. જે બંગડી તથા સોનાની વાળી ઘરના સભ્યોને મળી આવી હતી. તેમ કાજલબેનના સ્વજનો દ્વારા જાણવા મળ્યું હતું.

Share This Article