જીગ્નેશ બારીઆ @ દાહોદ
દાહોદ તા.૦૯
આંધ્રપ્રદેશ તથા તેલંગાણા સરકારો દ્વારા હિન્દુ આસ્થાઓનું અપમાન કરવાનું ષડયંત્ર તથા મુસ્લિમ અને ઈસાઇઓનું તૃષ્ટીકરણ કરવા માટે અપનાવવામાં આવતી ભેદભાવ ભરી નિતીઓ સાથેના આક્ષેપો સાથે આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ,દાહોદ દ્વારા આ મામલે રાષ્ટ્રપતિને સંબોધતુ એક આવેદન પત્ર દાહોદ જિલ્લા કલેક્ટરને આપી રજુઆત કરી હતી.
આપવામાં આવેલ આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર, આંધ્રપ્રદેશ તથા તેલંગાણા સરકારો કેટલાક વર્ષાેથી મુસ્લિમ અને ઈસાઈ સમાજનું તૃષ્ટિકરણ કરી તેમની વોટ બેંક બનાવવાના હેતુથી અનેક રીત ભેદભાવ ભરી રીતીઓ શાસનમાં લાગુ કરી રહી છે એમાંથી કેટલીક નિતીઓ સંવિધાન વિરોધી પણ છે અને કેટલીક તો માનવીય અદાલતો દ્વારા અમાન્ય ઠેરવવામાં આવી છે. ધાર્મિક આધારો પર અનામત આપવી વારંવાર બંધારણ વિરોધી પ્રસ્થાપિત થયેલ છે. ચર્ચ અને મસ્જીદોના નિર્માણ હેતુ સરકારી નાણાંનો દુરૂપયોગ થઈ રહ્યો છે. તેલંગાણા સરકારનો પ્રયાસ તો ત્યા સુધી ના છે કે, એક ઈસાઈ પરિવાર જ્યા રહેતો હોય ત્યા પણ ચર્ચ બનાવવામાં આવે. આ બાબત સામાજીક ભેદભાદ ઉભો કરનારી છે. સરકારી ખજાનામાંથી મૌલવીઓને પ્રતિ માસ ૧૦ હજાર રૂપીયા તથા ઈસાઈ પાદરીઓને ૫ હજાર રૂપીયા પ્રતિમાસ આપી તે દ્વારા ધર્માન્તરણ અને કટ્ટરવાદ પ્રવૃતિઓને પ્રોત્સાહન આપી રહ્યા હોવાના આવેદનપત્રમાં આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. આવી અનેક બાબતો સાથેનું એક આવેદનપત્ર વિશ્વ હિન્દુ પરિષદ,દાહોદ દ્વારા રાષ્ટ્રપતિને સંબોધતું આવેદનપત્ર કલેક્ટરને સુપરત કર્યું હતુ.
—————————————————-