Thursday, 21/11/2024
Dark Mode

દાહોદ:”હોમ કોરોનટાઇન”કરાયેલો વ્યક્તિ રોજગાર કરતા ઝડપાયો:દાહોદ શહેર પોલિસે જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધ્યો

દાહોદ:”હોમ કોરોનટાઇન”કરાયેલો વ્યક્તિ રોજગાર કરતા ઝડપાયો:દાહોદ શહેર પોલિસે જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધ્યો

જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ તા.૦૮

દાહોદ શહેરમાં રહેતો એક પરિવાર મહારાષ્ટ્ર્‌થી આવતા તેઓને હોમક્વોરેન્ટાઈ કરવામાં આવ્યા હતા. આ પરિવારના મોભી દ્વારા હોમ ક્વોરેન્ટાઈનમાંથી નીકળી જેસાવાડા મુકામે આવેલ પોતાના રોજગાર ધંધા જઈ જાહેરનામાનો ભંગ કરતા આ ઈસમ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

પોલીસ અધિક્ષક હિતેશકુમાર  જોયસરની સુચના તથા નાયબ પોલિસ અધિક્ષક કલ્પેશ ચાવડાના માર્ગદર્શન હેઠળ દાહોદ કોરોના વાયરસના સંક્રમણના નિવારણ માટે સમગ્ર રાજ્યમાં લોકડાઉન જાહેર કરેલ હોઈ દાહોદ શહેરમાં પણ લોકડાઉન હોઈ અને કોરોના સંક્રમણ અનુસંધાને મેડીકલ ટીમ દ્વારા સ્કેનીંગ કરી બહારથી આવેલ વ્યક્તિને હોમ ક્વોરેન્ટાઈનની સુચના આપવામાં આવેલ છે જે બાબતે મહેન્દ્રકુમાર રતીલાલ નિકુંભ (રહે.દાહોદ, સહકાર નગર,દાહોદ) નાસીક મહારાષ્ટ્રથી પોતાના છોકરાની પત્ની  શીવાનીબેન દર્પણકુમાર મહેન્દ્રકુમાર નિકુંભ નાઓને લઈ દાહોદ આવેલ જે બાબતે મેડીકલ ટીમને તા.૦૭મી મેના રોજ દાહોદ આવતા ચેક કર્યા હતા. મહેન્દ્ર રતીલાલ નિકુંભ પોતાની જેસાવાડા ખાતે આવેલ ડેરીની દુકાનમાં વેપાર ધંધા અર્થે ગયેલ હોવાનું જાણવા મળતા આજરોજ મહેન્દ્રકુમારે કોરોના વાયરસનો ફેલાવો તેઓ તરફથી થશે તેવી સંભાવનાઓની જાણ હોવા છતાં પોતાની કાયદેસરની જવાબદારી ફરજમાં ચુક કરી પોતાના ઘરેથી બહાર નીકળેલ હોય તેની વિરૂધ્ધમાં દાહોદ શહેર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!