અપહરણના ગુનામાં નાસતા ફરતા આરોપીને કતવારા પોલીસે ઝડપી જેલભેગો કર્યો

Editor Dahod Live
1 Min Read

દીપેશ દોશી @ દાહોદ 

દાહોદ તા.૦૮

અમદાવાદના સરખેજ  પોલીસ મથકના અપહરણના ગુનાના એક આરોપીને દાહોદ તાલુકાના કતવારા પોલીસે કતવારાના બજારમાંથી ઝડપી પાડી જેલ ભેગો કર્યાનું જાણવા મળે છે.

હાલ હાળી,ધુળેટીના તહેવારને અનુલક્ષીને તહેવાર ટાળે કોઈ અનીચ્છીય બનાવ ન બને તેની તકેદારી રાખવા તેમજ નાસતા ફરતાં આરોપીને ઝડપી પાડવાના પોલીસ વિભાગમાં આદેશો થતાં દાહોદ જિલ્લાની પોલીસ એલર્ટ થઈ ગઈ છે ત્યારે આવા સમયે અમદાવાદ સરખેજ પોલીસ મથકમાં નોંધાયેલ અપહરણના ગુનાનો આરોપી વિક્રમભાઈ કાળુભાઈ માવી (રહે.બોરખેડા, બીડ ફળિયુ, તા.જી.દાહોદ) નો દાહોદ તાલુકાના કતવારા બજારમાં હોવાની માહિતી મળતાં પોલીસે ગતરોજ કતવારાના બજારમાં કોમ્બીંગ હાથ ધર્યું હતુ અને ઉપરોક્ત આરોપીને ઝડપી પાડ્યો હતો.

Share This Article