સંજેલી: શ્રી ગાર્મેન્ટસ દ્વારા સરોરી આરોગ્ય કેન્દ્રમાં બે ટેમ્પરેચર ગન વિતરણ કરાઈ

Editor Dahod Live
1 Min Read

કપિલ સાધુ @ સંજેલી 

સંજેલીના શ્રી ગાર્મેન્ટસ તરફથી ૨ નંગ થર્મો ટેમ્પરેચરની ભેટ સરોરી PHC કેન્દ્રમાં આપવામા આવી .

સંજેલી તા.07

કારોના વાયરસની મહામારી ને લઈને આખ‍ દેશમા લોકડાઉન જાહેર કરાયુ છે ત્યારે આરોગ્ય પોલીસ કર્મચારી તો પોતાના જીવ ની કે પરિવારની ચિંતા ફિકર કર્યા વગર ખડે પગે પોતાની ફરજ બજાવી રહ્યા છે.આધુનિક ટેકનોલોજીના જમાનામાં આરોગ્ય કર્મચારી પણ આવતાં જતાં લોકોનું સ્કેનિંગ કરી શકે તે માટે થર્મો ટેમ્પરેચરની જરૂરિયાતને ધ્યાને લઇ સંજેલી ખાતે ઝાલોદ રોડ પર આવેલી શ્રી ગારમેન્ટસ સંચાલક ડિમ્પલ ભાઈ દેસાઈ પરિવાર તરફથી સરોરી આરોગ્ય કેન્દ્રમાં બે ટેમ્પરેચર ઘન થર્મો મીટર સેવા માટે દાનમાં આપી હતી.જે ને સરોરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ ભેટ સ્વીકારતા દ્રશ્યમાન થાય છે

Share This Article