Thursday, 21/11/2024
Dark Mode

રામ મંદિરના ચુકાદાને અનુલક્ષીને વહીવટીતંત્ર દ્વારા ગ્રામજનો સાથે શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ

રામ મંદિરના ચુકાદાને અનુલક્ષીને વહીવટીતંત્ર દ્વારા ગ્રામજનો સાથે શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ

રામ મંદિરના ચુકાદાને અનુલક્ષીને વહીવટીતંત્ર દ્વારા ગ્રામજનો સાથે શાંતિ સમિતિની મિટિંગ યોજાઈહિતેશ કલાલ @ સુખસર 

રામ મંદિર ના ચુકાદા બાબતે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વહીવટીતંત્ર દ્વારા સુખસર માં શાંતિ સમિતિની બેઠક યોજાઇ,ડી.વાય.એસ.પી અને મામલતદારના અધ્યક્ષ સ્થાને ગ્રામજનો સાથે બેઠક યોજાઈ. 

 સુખસર તા.06

ફતેપુરા તાલુકાના સુખસર ખાતે બુધવારના રોજ ટૂંક સમયમાં આવનાર રામ મંદિર અયોધ્યા ના ચુકાદાને લઇને શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી અને મામલતદાર ના અધ્યક્ષ સ્થાને ગ્રામજનો અને લઘુમતી સમાજ આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. કોઈ અઘટિત ઘટના ન બને તે માટે ગ્રામજનોએ બાહેધરી આપી હતી.   અયોધ્યામાં છેલ્લા ઘણા વર્ષોથી રામ મંદિરનો મુદ્દો ચાલી રહ્યો છે જુનુ હવે સુપ્રીમ કોર્ટ દ્વારા ટૂંક સમયમાં ચુકાદો આપવામાં આવનાર છે  કોઈ અઘટિત ઘટના ન બને તે અર્થે સુખસર ગ્રામ પંચાયત ખાતે બુધવારના રોજ ડી.વાય.એસ.પી.  પી.બી જાદવ, મામલતદાર અમિતકુમાર ના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી જેમાં નાયબ મામલતદાર પારગી, ડીંડોર , સરપંચ નરેશભાઈ કટારા, પી.એસ.આઇ એલ.એચ પારગી, સહિત લઘુમતી સમાજ કલાલ સમાજ પંચાલ સમાજ પ્રજાપતિ સમાજ સહિતના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ડીવાયએસપી દ્વારા ચુકાદાને લઇને કોઈ  ઘટના ન બને તેની તકેદારી રાખવી લોક ટોળા ભેગા ના થવા કોઈ ખરાબ કૃત્ય કરતું હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરવી તે બાબતની જાણકારી આપવામાં આવી હતી. જેમાં આવી કોઇ ઘટના ન બને તેવી આગેવાનો અને ગ્રામજનોએ બાહેધરી આપી હતી.

error: Content is protected !!