Sunday, 08/09/2024
Dark Mode

સંજેલીના કોટા ખાતે નાણાકીય સાક્ષરતા અને લોન પરામર્શ કૈંપ યોજાયો

સંજેલીના કોટા ખાતે નાણાકીય સાક્ષરતા અને લોન પરામર્શ કૈંપ યોજાયો

કપિલ સાધુ @ સંજેલી 

સંજેલિ તાલુકા ના કોટા  ગામે નાણાકીય સાક્ષરતા અને લોન પરામર્શ કૈંપ યોજાયો..

    દાહોદ જિલ્લા ના સંજેલી તાલુકા ના કોટા મુકામર    રિઝર્વ બૅન્ક ઓફ ઈન્ડિયા અમદાવાદ અને લીડ બૅન્ક, બૅન્ક ઓફ બરોડા દ્વારા કોટા સંજેલી  ગામે નાણાકીય સાક્ષરતા અને લોન પરામર્શ કૈંપ યોજવામાં આવ્યો. રિઝર્વ બૅન્કના અધિકારી મુકેશ મોદીએ રિઝર્વ બૅન્કની પૂર્વ ભૂમિકા અને તેના અધિકારો વિષે ઉપસ્થિત ગ્રામજનો ને વિસ્તૃત માહિતી આપી હત. નાણાકીય સાક્ષરતા અંતર્ગત બૅન્કના વિવિધ જમા ખાતા, જુદી જુદી લોન યોજનાઓ, અટલ પેન્સન યોજના તથા સામાજિક સુરક્ષા વીમા યોજનાની માહિતી વિસ્તાર પૂર્વક સમજાવી હતી અને દરેક ખાતેદારને પોતાની બૅન્કમાં જઈ આ યોજનામાં જોડાવા માટે નું ફોર્મ ભરવાના જણાવ્યુ. પોતાના ગામમાં  કામ કરતાં બૅન્ક મિત્ર પાસે બૅન્કિંગ સેવાઓ લેવાનો અનુરોધ કર્યો.

લીડ બૅન્ક અધિકારી  રજનીકાંત મુનિયાએ વીમા યોજનાના ક્લેમની માહિતી આપતા જણાવ્યુ કે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અને પ્રધાનમંત્રી જીવનજ્યોતિ વીમા યોજનાના લાભાર્થીના મૃત્યુ  બાદ એક મહિના ની અંદર ક્લેમ રજૂ કરવો જરૂરી છે. રેઝર્વ બૅન્ક ની ક્લીન નોટ પોલિસી અનુસાર કરેંસી નોટ ઉપર કોઈ પણ જાત નું લખાણ અથવા કલર નહી લાગે તેની કાળજી રાખવી. તેમજ   કાર્યક્રમમાં આર સેટિ નિયામક , નાણાકીય સાક્ષરતા સલાહકાર, બૅન્ક ઓફ બરોડા સંજેલી શાખા પ્રબંધક તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા…..

error: Content is protected !!