Thursday, 21/11/2024
Dark Mode

ઘરફોડ ચોરીઓને અંજામ આપી તરખાટ મચાવનાર તસ્કરને દાહોદ એલસીબીએ ગરબાડામાં કોમ્બિંગ દરમિયાન ઝડપી પાડ્યો

ઘરફોડ ચોરીઓને અંજામ આપી તરખાટ મચાવનાર તસ્કરને દાહોદ એલસીબીએ ગરબાડામાં કોમ્બિંગ દરમિયાન ઝડપી પાડ્યો

જીગ્નેશ બારીઆ @ દાહોદ 

દાહોદ તા.૦૬

દાહોદ એલ.સી.બી.પોલીસે મિલ્કત સંબંધી ગુન્હાઓમાં સંડોવાયેલ ચોર ઈસમોને શોધી  કાઢવા માટે દાહોદ જિલ્લામાં કોમ્બીંગ દરમિયાન દાહોદ જિલ્લાના ગરબાડા નગરમાંથી એક ઈસમને ચોરીના મુદ્દામાલ સાથે વલસાડ જિલ્લાના બે અનડિટેક્ટ ગુના ડિટેક્ટ કરવામાં  પોલીસને સફળતા મળેલ છે. ઈસમ પાસેથી સોના – ચાંદીના દાગીના મળી કુલ રૂ.૨૭,૭૫૦ નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યાે છે.

મે.નાયબ પોલીસ મહાનિરીક્ષક પંચમહાલ ગોધરા રેન્જ, ગોધરા નાઓની સીંધી સુચના અને માર્ગદર્શન હેઠળ તેમજ પોલીસ અધિક્ષકનાઓએ જિલ્લામાં બનતા મિલ્કત સંબધી ગુનાઓ શોધી કાઢવા તેમજ બનતા અટકાવવા સારૂ ખાસ એક્શન પ્લાન બનાવી એલ.સી.બી. પોલીસ ઈન્સ્પેક્ટર  બી.ડી.શાહનાઓએ જરૂરી સુચનો તેમજ માર્ગદર્શન કરી દાહોદ જિલ્લામાં કોમ્બીંગ હાથ ધરતાં તે સમયે મળેલ બાતમીના આધારે ગરબાડા નગરમાં એક શંકાસ્પદ ઈસમ નજરે પડતાં તેની પાસે જઈ પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી પોલીસે તેની પાસે રહેલ માલ સામાનની તલાસી લેતા તેમાંથી ચાંદીના છડા (પાયલ) નંગ.૨ કિંમત રૂ.૧,૯૦૦, સોનાની નથણી (જડ) નંગ. ૧ કિંમત રૂ.૧,૬૫૦, રોકડા રૂપીયા ૧,૨૦૦, ચાંદીના સિક્કા નંગ.૬ કિંમત રૂ.૩,૦૦૦, સોનાની વીટીં નંગ.૧ કિંમત રૂ.૨૦,૦૦૦ એમ કુલ મળી રૂ.૨૭,૭૫૦ નો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસને કંઈક અજુગતુ લાગતા તેની સઘન પુછપરછ કરતાં પોતાનુ નામ દિવાન ઉર્ફે દિયાલ ગોરાભાઈ હઠીલા (રહે.ગુલબાર, હઠીલા ફળિયુ, તા.ગરબાડા, જિ.દાહોદ) જણાવ્યુ હતુ અને  વલસાડ જિલ્લાના પારડી ખાતે ચોરી કરી હોવાનુ પણ કબુલ્યું હતુ.

પોલીસે ઉપરોક્ત ઈસમની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તપાસનો દૌર શરૂ કરી દીધો છે.

error: Content is protected !!