Thursday, 21/11/2024
Dark Mode

ફતેપુરાના ઘુઘસમાં ખેતરમાં કામ કરી રહેલા ખેડૂતો પર દીપડાનો હુમલો: છ લોકો ગંભીર ઇજાગ્રસ્ત

ફતેપુરાના ઘુઘસમાં  ખેતરમાં કામ કરી રહેલા ખેડૂતો પર દીપડાનો હુમલો: છ લોકો ગંભીર ઇજાગ્રસ્ત

હિતેશ કલાલ @ સુખસર 

ફતેપુરા ઘુઘસ ગામે ખેતરમાં કામ કરી રહેલા ખેડૂતો પર દીપડાનો હુમલો: છ લોકો ગંભીર ઇજાગ્રસ્ત

ફતેપુરાના ઘુઘસમાં ખેતરમાં કામ કરી રહેલા ખેડૂતો પર દીપડાનો હુમલો: છ લોકો ગંભીર ઇજાગ્રસ્ત

વાઘ આવ્યો ની બૂમાબૂમથી લોકોમાં ગભરાટ ફેલાયો, ઇજાગ્રસ્તોને ૧૦૮ મારફતે સારવાર અર્થે ખસેડાયા,વનવિભાગને જાણ કરાઈ  

સુખસર તા.05

ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામે રવિવારના રોજ ખેતરમાં કામ કરી રહેલા એક ઇસમ પર દીપડા જેવા હિંસક પ્રાણી હુમલો કર્યો હતો.જેની બૂમાબૂમથી વધુ લોકો દોડી આવ્યા હતા અને તેઓના પર પણ દિપડાએ હુમલો કર્યો હતો. અને ગંભીર ઇજાગ્રસ્ત કર્યા હતા કુલ છ લોકો ઈજાગ્રસ્ત થયા હતા તમામને ૧૦૮ મારફતે સારવાર અર્થે ખસેડાયા હતા.

    ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામે રવિવારના રોજ એક ઈસમ ખેતરમાં કામ કરી રહ્યો હતો જેને દીપડા જેવા હિંસક પ્રાણી એ હુમલો કરતા ગંભીર ઈજા થઈ હતી ખેડૂતે બૂમાબૂમ કરતા વધુ ચાર થી પાંચ જેટલા લોકો દોડી આવ્યા હતા. જેઓ પર પણ હિંસક પ્રાણી હુમલો કર્યો હતો.અને તમામ ને ઇજાગ્રસ્ત કર્યા હતા. વાઘ જેવા પ્રાણી એ હુમલો કર્યો હોવાની વાતને લઇ ઘુઘસ ગામ સહિત આસપાસના પ્રજામાં ગભરાટ ફેલાઇ જવા પામ્યો હતો ઇજા પામેલા છ જેટલા લોકોને ૧૦૮ મારફતે સારવાર અર્થે ખસેડાયા હતા જેમાં પાંચ ઈસમો ઘુઘસના હતા અને એક રાજસ્થાનના ભૂગાપુરા ગામનો હોવાનું જાણવા મળ્યું હતું.

ખેતરમાં કામ કરી રહેલા ખેતમજુર સહીત 6 લોકો પર વાદ્યજેવા હિંસક હુમલો કર્યો છે.વનવિભાગને જાણ કરી છે….શુક્રમ ભાઈ પારગી (સરપંચ ઘુઘસ)

 રવિવારના રોજ ખેતરમાં કામ કરતાં ખેડૂત પર વાઘ જેવા પ્રાણીઓ હુમલો કર્યો હતો કુલ છ પર હુમલો કર્યો હતો અને ગંભીર ઇજા પહોંચાડી હતી અમોએ જંગલ વિભાગને જાણ કરવા છતાં કોઈ અધિકારી આવ્યા ન હતા જેથી પ્રજામાં ગભરાટ ફેલાઇ જવા પામ્યો છે.

error: Content is protected !!