Monday, 16/09/2024
Dark Mode

ફતેપુરા વલુંડીમાં પ્રસુતિ દરમ્યાન બે મહિલા તેમજ બાળકોના મોતથી ચકચાર:જિલ્લા આરોગ્યની ટીમે મુલાકાત લઇ તપાસ હાથ ધરી

ફતેપુરા વલુંડીમાં  પ્રસુતિ દરમ્યાન બે મહિલા તેમજ બાળકોના મોતથી ચકચાર:જિલ્લા આરોગ્યની ટીમે મુલાકાત લઇ તપાસ હાથ ધરી

હિતેશ કલાલ @સુખસર 

ફતેપુરા વલુંડી ગામની બે મહિલાઓના પ્રસુતિ દરમ્યાન થયા મોત બાળકોના પણ મોત.જિલ્લા આરોગ્યની ટીમે મુલાકાત લઇ તપાસ હાથ ધરી.એક મહિલાને ફતેપુરા વરદાન હોસ્પિટલ બાદ સંતરામપુર રીફર કરાઇ હતી અને બીજી મહિલાને દાહોદ ઝાયડસ બાદ વડોદરા થી ફર કરાઇ હતી.

સુખસર.તા.05

ફતેપુરા તાલુકાના વલુંડી ગામની બે મહિલાઓને પ્રસૂતિ દરમિયાન બાળકો સાથે મોત નિપજતા ખળભળાટ મચી જવા પામ્યો હતો એક જ ગામમાં ચાર મોત થતાં ગ્રામજનોમાં શોક છવાઈ ગયો હતો પરિવારજનોની નોર્મલ ડીલીવરી કરાવવાની જીદના કારણે આ ઘટના બની હોવાનું મેડિકલ ઓફિસરે જણાવ્યું હતું. જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે મુલાકાત લઇ તપાસ હાથ ધરી હોવાનું જણાવ્યું હતું.

  ફતેપુરા તાલુકાના વલુંડી ગામે ડામોર મનિષાબેન પ્રકાશભાઈ અને પારગી રીનાબેન ભરતભાઈ ને પ્રસૂતિ દરમિયાન મોત નિપજવા ની ઘટનાને લઇ ખળભળાટ મચી જવા પામ્યો છે જેમાં ડામોર મનીષા બેન ને દુખાવો ઉપડતા મેડિકલ ઓફિસર  તપાસ કરી આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સ મારફતે દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં મહિલાની તબિયત નાજુક હોવાથી વડોદરા એસએસજીમાં રિફર કરાયા હતા જ્યાં સારવાર દરમિયાન મહિલા ને બાળક બંનેના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું હતું જ્યારે બીજો બનાવ આજ ગામની સગીરા બેન ને કસોટી નો દુખાવો થતા ફતેપુરાની વરદાન હોસ્પિટલમાં લઇ જવાઇ હતી જ્યાં સીઝર કરવાનું કહેતા પરિવારજનોએ નોર્મલ ડીલીવરી કરાવવાની વાત કરી હતી જેમાં બીજા દિવસે સવારે તબિયત લથડતા સંતરામપુરની હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી જ્યાં મહિલા નો બાળક મૃત્યુ પામ્યા હોવાથી ઓપરેશન કરવાનું પણ જણાવ્યું હતું જા નોર્મલ ડિલિવરી બાદ મૃત બાળકનો જન્મ થયો હતો અને મહિલાનું પણ મોત નીપજ્યું હોવાની ઘટના બની હતી એક જ ગામની બે મહિલાઓ અને બંને બાળકોના મોત થયા હોવાની ઘટનાને લઇ ગામમાં શોક છવાઈ ગયો હતો જિલ્લા આરોગ્ય વિભાગને જાણ થતાં જ જિલ્લાની ટીમ પણ ફતેપુરા દોડી આવી હતી અને આ બાબતે ઘનિષ્ઠ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું. બંને કેસમાં પરિવારજનો દ્વારા નોર્મલ ડીલીવરી કરાવવાની જીદ ને લઇ ઘટના બની હોવાનું તબીબે જણાવ્યું હતું.આ બાબતે અમારા પ્રતિનિધિએ મેડિકલ ઓફિસર નો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે વલુંડી ગામની મનિષાબેન ડામોરને પ્રસૂતિનો દુખાવો થતા અમો દ્વારા દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં વધુ તકલીફ હોવાથી વડોદરા એસએસજીમાં ખસેડાયા હતા જ્યાં મહિલાને બાળકનુ મોત નીપજ્યું હતું જ્યારે રીનાબેન પારગી ફતેપુરાની વરદાન હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં પરિવારજનોએ ઓપરેશન કરવાનીના પાડતા બાળકનું મોત નીપજ્યું હતું ત્યાંથી સંતરામપુર શ્રદ્ધા હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં પણ પરિવારજનો સીઝર કરવાનીના પાડતા મોડી રાત્રે નોર્મલ ડિલિવરી બાદ મૃત બાળક જન્મ્યો હતો અને માતાનું પણ મરણ થયું હતું.જોકે ફતેપુરા વલુંડી ગામની બે મહિલાઓને પ્રસૂતિ દરમિયાન જ બાળકો સાથે મહિલાઓનો પણ મોતની ઘટના બની હતી.એક મહિલાને ફતેપુરા અને ત્યાંથી સંતરામપુરમાં મોત નીપજ્યું હતું.અને બીજી મહિલાનું દાહોદ અને ત્યાંથી વડોદરા સારવાર દરમિયાન મોત થયું હતું જ્યારે આ બંને મહિલાઓના પોસ્ટમોર્ટમ કર્યા વગર જ અંત્યેષ્ટિ કરી દેવામાં આવતા આશ્ચર્ય સર્જાયું છે.

error: Content is protected !!