સંજેલીમાં ધોરણ આઠમાં અભ્યાસ કરતી તરુણીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર: પ્રેમ પ્રકરણમાં પગલું ભર્યું હોવાનું ચર્ચામાં:પોલિસ તપાસમાં જોતરાઈ

Editor Dahod Live
2 Min Read

કપિલ સાધુ @ સંજેલી 

સંજેલી ના ચંદાણાના મુવાડા ગામની વિદ્યાર્થીનો ગળે ફાંસો ખાઇ ઘરમાં જ આપઘાત,કાવડાના મુવાડા પ્રાથમિક શાળામાં ધોરણ આઠમાં અભ્યાસ કરતી હતી

સંજેલી તાલુકાના ચંદાણા મુવાડા ગામે રહેતા ચંદાણા પરિવારની કાવડાના મુવાડા પ્રાથમિક શાળામાં ધોરણ આઠમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લેતા સંજેલી પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી ૨૪કલાક બાદ વિદ્યાર્થીની લાશ ઉતારી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે વિદ્યાર્થિનીના પરિવાર દ્વારા છોકરીએ પ્રેમ પ્રકરણમાં આત્મહત્યા કરી હોવાનું રટણ કરી રહ્યું હોવાનું જાણવા મળેલ છે.

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં છેલ્લા ઘણા સમયથી હત્યા તેમજ આત્મહત્યાના બનાવોમાં દિનપ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે ત્યારે લોકોમાં પણ ફફડાટ પેદા થઇ રહ્યો છે પોલીસ પણ આ બાબતે ગંભીરતા દાખવી આવા કૃત્ય કરનાર સામે કડક પગલાં લે તેવી શહેર સહીત જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે ચંદાણા મુવાડા ગામે રહેતા મંજુલાબેન ચુનીલાલ ચંદાણા તેમના બંને પુત્રો સાથે બહારગામ મજૂરી અર્થે ગયા હતા જ્યારે બે પુત્રી અભ્યાસ કરતી હોય પોતાની સાસુ પાસે ઘરે મૂકી ગયા હતા ત્યારે ધોરણ આઠમાં કાવડાના મુવાડા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ મંગળવારના રોજ સવારે લગભગ દસ કલાકે પોતાની નાની બહેનને અન્ય ઘરે વાસણ લેવા મોકલી ઘરમાં જ એકલતાનો લાભ લઇ દોરડા સાથે લટકી આત્મહત્યા કરી લેતા વિદ્યાર્થિનીને માતાને જણાવતાં બુધવારના રોજ માતા ઘરે આવી સંજેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ તેમજ મામલતદારનો કાફલો ઘટના સ્થળે આવી ઘરમાં જ ફાંસો ખાધેલી વિદ્યાર્થીની લાશ ઉતારી પેનલ પોસ્ટમોર્ટમ માટે દાહોદ મોકલી આપી હતી.

Share This Article