Thursday, 21/11/2024
Dark Mode

જમીન સંબંધી મામલામાં સીટી સર્વે કચેરીના પટાવાળાને પાઁચ હજાર રૂપિયાની લાંચ સ્વીકારતા ઝડપી પાડતી દાહોદ એસીબી

જમીન સંબંધી મામલામાં સીટી સર્વે કચેરીના પટાવાળાને પાઁચ હજાર રૂપિયાની લાંચ સ્વીકારતા ઝડપી પાડતી દાહોદ એસીબી

દીપેશ દોશી/જીગ્નેશ બારીઆ @ દાહોદ 

દાહોદ તા.૦૫
જમીનમાં હિસ્સા માપણીમાં સંમત્તિ ન હોવા છતાં માપણી થયેલ જમીન બાબતે એક જાગૃત નાગરિકે વાંધા અરજી કરતાં આ કામ કરી આપવા બાબતે દાહોદ સીટી સર્વે કચેરીના પટાવાળાએ જાગૃત નાગરિક પાસેથી રૂ.૫૦૦૦ હજારની લાંચની માંગણી કરતાં જાગૃત નાગરિક આ લાંકની રકમ આપવા માંગતો ન હોવાથી દાહોદ એસીબી પોલીસનો સંપર્ક કરતાં આજ કચેરીમાં આ પટાવાળો રૂ.૪,૩૦૦ ની લાંચ લેતા એસીબી પોલીસના ઝટકામાં રંગેહાથે ઝડપાઈ જતાં દાહોદ સીટી સર્વેની કચેરીમાં સન્નાટો છવાઈ જવા પામ્યો હતો.
દાહોદ જિલ્લાના ઘુઘસ ગામે આવેલ સર્વે નંબર ૮૯ વાળી જમીનની એક વ્યક્તિના પિતાના કાકાનાઓ સર્વે કરી હિસ્સા માપણી કરાવવાના હોય જે સર્વે નંબર ૮૯માં આ જાગૃત નાગરિકના પિતાનાઓ પણ ભાગીદાર હતા જે જમીનમાં હિસ્સા માપણીમાં સંમતિ ન હોવા છતાં માપણી થઈ હતી. આ સંદર્ભે જાગૃત નાગરિકે વાંધા અરજી આપવાની હોય તા.૦૧.૦૨.૨૦૨૦ ના રોજ જાગૃત નાગરિક દાહોદ જિલ્લા સીટી સર્વે કચેરીમાં આવ્યા હતા અને કૈલાશભાઈ તેરસીંગભાઈ નિનમા (રહે.કારઠ,બરખાડાબર ફળિયુ, તા.ઝાલોદ,જિ.દાહોદ) નો જે આ કચેરીમાં આઉટસોર્સમાં  પટાવાળા તરીકે  ફરજ બજાવતો હોય જેની પાસે જાગૃત નાગરિક આવી આ સંદર્ભે વાતચીત કરી હતી. આ દરમ્યાન આ પટાવાળા કૈલાશભાઈએ કામ કરી આપવા સારૂ રૂ.૫,૦૦૦ની લાંચની માંગણી કરી હતી. આ દરમ્યાન જાગૃત નાગરિકે રૂ.૭૦૦ આપ્યા હતા અને જે ૭૦૦ રૂપીયા આ પટાવાળા કૈલાશભાઈએ જે તે સમયે લઈ લીધા હતા અને બાકીના રૂ.૪,૩૦૦ માંગણી કરી હતી પરંતુ જાગૃત નાગરિક આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી દાહોદ એસીબી પોલીસનો સંપર્ક સાંધ્યો હતો અને ઉપરોક્ત તમામ હકીકતથી એસીબી પોલીસને વાકેફ કરતાં દાહોદ એસીબી પોલીસે આજરોજ દાહોદ સીટી સર્વેની કચેરી ખાતે છટકુ ગોઠવ્યું હતુ.  આ દરમ્યાન પટાવાળા કૈલાશભાઈ તેરસીંગભાઈ નિનામા જાગૃત નાગરિક પાસેથી રૂ.૪,૩૦૦ ની લાંચ લેતા આજ કચેરીમાં આબાદ ઝડપાઈ જતાં આ કચેરીમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
આ સંબંધે દાહોદ એસીબી કચેરીના પોલીસ ઈન્સ્પેક્ટર એ.કે.વાઘેલાએ કાર્યવાહી હાથ ધરી  તપાસનો ધમધમાટ શરૂ કર્યાે છે.

error: Content is protected !!