Thursday, 21/11/2024
Dark Mode

અનાજના વેપારીઓ માર્કેટમાં ન બેસતા માર્કેટ યાર્ડના કર્મચારીઓ અને વેપારીઓ વચ્ચે હોબાળો: પોલીસ બોલાવાઈ

અનાજના વેપારીઓ માર્કેટમાં ન બેસતા માર્કેટ યાર્ડના કર્મચારીઓ અને વેપારીઓ વચ્ચે હોબાળો: પોલીસ બોલાવાઈ

હિતેશ કલાલ @ સુખસર 

સુખસર માર્કેટ યાર્ડ ના કર્મચારીઓ અને વેપારીઓ વચ્ચે હોબાળો: પોલીસ  બોલાવાઇ, અનાજના વેપારીઓ માર્કેટમાં ન બેસતા વજન કાંટા અને અનાજ જપ્ત કરવાની કાર્યવાહી કરાતા હોબાળો થયો, માર્કેટયાર્ડમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાનું જણાવતાં  વેપારીઓ 

 સુખસર તા.04

ફતેપુરા તાલુકાના સુખસરમાં માર્કેટયાર્ડ બહાર અનાજ લે-વેચનો ધંધો કરતા વેપારીઓને માર્કેટની અંદર બેસવા માટે માર્કેટયાર્ડ કમિટી દ્વારા નોટિસ અપાઇ હતી ત્યારબાદ પણ વેપારીઓ દ્વારા માર્કેટયાર્ડમાં ન બેસતા સોમવારના રોજ માર્કેટ કમિટિ દ્વારા વેપારીઓના વજન કાંટા અને અનાજ જપ્ત કરવાની કાર્યવાહી કરતા કર્મચારીઓને વેપારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ હોબાળો થયો હતો માર્કેટ યાર્ડની અંદર પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું

              ફતેપુરા તાલુકાના સુખસરમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ નું સબ યાર કાર્યરત છે જેમાં હાલમાં જ નવીન શોપિંગ સેન્ટર તેમજ માર્કેટ યાર્ડની અંદર ગોડાઉનો બનાવાયા છે સુખસર  વિસ્તાર તથા સાત કિલોમીટર વિસ્તારમાં અનાજના વેપારીઓ લે વેચ માટે માર્કેટમાં બેસતા ન હોય બહાર ધંધો કરતા હોવાથી માર્કેટ કમિટિ દ્વારા નોટિસો આપવામાં આવી હતી અને લાભપાંચમથી માર્કેટની અંદર બેસવા માટે સૂચના અપાઇ હતી જેમાં સમય મર્યાદામાં વેપારીઓ દ્વારા માર્કેટ યાર્ડ માં ન બેસતા બહાર જ વેપાર ધંધો કરતા હોવાનું માર્કેટ કમિટીને માલુમ પડતાં સોમવારના રોજ કર્મચારીઓ દ્વારા બહાર વેપાર ધંધો કરતા વેપારીઓને ત્યાં થી વજન કાંટા અને અનાજ જપ્ત કરવાની કાર્યવાહી કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો માર્કેટયાર્ડમાં કર્મચારીઓને વેપારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં હોબાળો થયો હતો અને મોટી સંખ્યામાં લોક તોડો ભેગું થઈ ગયું હતું હોબાળાને લઈ પોલીસ પણ બોલાવવાની ફરજ પડી હતી માર્કેટયાર્ડમાં વેપારીઓને બેસવાની અનાજ મુકવાની શૌચાલય તેમજ પીવાના પાણીની સુવિધાઓ ઉપલબ્ધ હોવાનું જણાવ્યું હતું તેમજ રાત્રિના સમયે અનાજ ચોરાઈ જવાનો પણ બીક હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું તમામ સુવિધાઓ ઉપલબ્ધ થયા બાદ માર્કેટમાં વેપાર કરીશું તેવું વેપારીઓમાં ચર્ચાઈ રહ્યું હતું.

માર્કેટમાં જગ્યા આપેલી હોવા છતાં બહાર બેસી વેપાર કરતા વેપારીઓને નોટિસ આપી હતી છતાં તેઓ દ્વારા બહાર જ વેપાર ધંધો ચાલુ રાખતા સોમવારે વજન કાંટા  અને અનાજ જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવતા કર્મચારીઓ 

આ બાબતે માર્કેટ કમિટીના કર્મચારી જોડે વાત કરતા તેઓએ જણાવ્યું કે માર્કેટયાર્ડ કાર્યરત છે જેમાં કેટલાક વેપારીઓ માર્કેટમાં બેસીને ધંધો કરે જ છે બહાર બેસી વેપાર કરતા વેપારીઓને નોટિસ આપી હતી છતાં તેઓ દ્વારા બહાર જ વેપાર ધંધો ચાલુ રાખતા સોમવારે વજન કાંટા  અને અનાજ જપ્ત કરવાની કાર્યવાહી કરતાં વેપારીઓએ હોબાળો મચાવ્યો હતો. માર્કેટમાં બેસીને જ ધંધો કરવો પડે.

માર્કેટમાં અનાજ મુકવા શેડ, પીવાનું પાણી,શોચાલય જેવી પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાનો વેપારીઓનો આક્ષેપ 

 આ બાબતે જોડે વાત કરતા  તેઓએ જણાવ્યું હતું કે માર્કેટમાં બેસવાની જગ્યા નથી અનાજ મુકવા માટે શેડ નથી શોચાલય ની સુવિધા નથી પીવાના પાણીની સુવિધા નથી રાત્રિના સમયે અનાજ ચોરાઈ જવાનો ડર છે અગાઉ માર્કેટ યાર્ડમાંથી ઘઉં ભરેલી આખો ટેમ્પો ચોરાઈ ગયો હતો જેથી પહેલા સુવિધાઓ કરાય પછી અમો માર્કેટમાં બેસીએ. તેમજ સાત કિલોમીટરના વિસ્તારમાં આફવા પાડલીયા બલૈયા ક્રોસિંગ મારગાળા જેવા ગામોમાં વેપારીઓ અનાજનું લે-વેચ કરે છે તે પણ બંધ થવું જોઈએ તેઓને પણ માર્કેટમાં બેસાડવા જોઈએ.

error: Content is protected !!