કોરોના વાયરસનું સંક્રમણ ચામાચીડિયાંમાંથી થયો તેવી વિશ્વભરમાં ચર્ચાઓ:દાહોદમાં વર્ષોથી સેંકડો ચામાચીડિયાઓનું વસવાટ હોવાથી લોકોમાં ભયનો માહોલ

Editor Dahod Live
1 Min Read

જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ તા.૦૨

કોરોના વાયરસ ચામાચીડીયાથી ફેલાયો હોવાની વિશ્વ ભરમાં ભારે ચર્ચાઓથી લોકોમાં અનેક ચર્ચાઓએ જોર પક્ડયું છે.તેમજ વિદેશની રિસર્ચ ટીમ દ્વારા  ગુફાઓમાં જઈ ચામાચીડિયાની લાળ લઇ તેમનું પરીક્ષણ કરતા ચામાચીડીયામાં 500 જાતના ઘાતક વાયરસ હોવાનું તારણ કાઢી દાવાઓ પણ કરાઈ રહ્યા છે. હાલ દાહોદમાં પણ ચામાચીડીયા સાંજ પડતાની સાથે આખા શહેરમાં પ્રયાણ કરતાં જાવા મળી રહ્યા છે અને ખાસ કરીને એમાય શહેરના સર્કિટ હાઉસ તેમજ તળાવ વિસ્તારના આસપાસના વૃક્ષો  ખાતે આ ચામાચીડાયાનો ભારે વસવાટ રહેતો હોય છે.અહીંથી જ આ ચામાચીડીયાઓ શહેર ભરમાં પ્રયાણ કરી રહ્યા છે. દાહોદ શહેરના સર્કિટ હાઉસ એટલે કે, વિશ્રામગૃહ તેમજ તળાવની પાળ ફરતે આવેલ વૃક્ષો ફરતે વર્ષાેથી ત્યાના ઝાડની ડાળીઓ ચામાડીયાઓનો અસંખ્ય ઝુંડ જાવા મળે છે. કોરોના વાયરસ ચીનથી ફેલાયો હોવાની ચર્ચાઓ વચ્ચે ચામાચીડીયાઓથી આ રોગ પ્રસર્યાે હોવાની પણ ભારે ચર્ચાઓ ચાલી રહી છે. દાહોદ શહેરમાં સર્કિટ હાઉસ ખાતે સાંજ પડતાની સાથે જ ચામાચીડાયાનું અસંખ્ય મોટુ ઝુંડ જાવા મળે છે અને હાલ જાણે અહીં ચામાચીડાયાની સંખ્યામાં વધારો પણ થયો હોય તેમ જાવા મળી રહ્યું છે. આ વિસ્તારના ઝાડની ડાળીઓ પર ચામાચીડાયાઓ નરી આંખે જોવા મળે છે. શહેરમાં સવાર તેમજ સાંજ પડતાની સાથે ચામાચીડાયાનું મોટુ ઝુંડ શહેરભરમાં આકાશમાં ઉડવા માંડે છે.

Share This Article