હિતેશ કલાલ @ સુખસર
મોટી ઢઢેલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના કર્મચારીની બદલી નહીં,થતા આત્મવિલોપનની ચીમકી, એમ.પી.એચ.ડબ્લ્યુ કર્મચારી જિલ્લા ફેરબદલી માટે રજૂઆત કરી હતી, કર્મચારી અંતિમ પગલું ન ભરે તેની તકેદારી રાખવા મુખ્યમંત્રી કાર્યાલયે આદેશ કર્યો.
ફતેપુરા તા.03
ફતેપુરા તાલુકાના મોટી ઢઢેલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા એમ.પી.એચ.ડબલ્યુ કર્મચારીએ જિલ્લા ફેરબદલી માટે રજૂઆત કરી હતી જેમાં બદલી ન થતા આ કર્મચારીએ આત્મવિલોપન કરવાની ચિમકી ઉચ્ચારી મુખ્યમંત્રીને રજૂઆત કરતાં તંત્રમાં દોડધામ મચી ગઇ હતી આ કર્મચારી અંતિમ પગલું ન ભરે તેની તકેદારી રાખવા મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા આરોગ્ય વિભાગને આદેશ કરવામાં આવ્યો હતો.
ફતેપુરા તાલુકાના મોટી ઢઢેલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં યશપાલસિંહ બળવંત સિંહ સોલંકી એમ.પી.એચ.ડબલ્યુ તરીકે ફરજ બજાવે છે જેને જિલ્લા ફેરબદલી માટે ઓનલાઇન રજૂઆત કરી હતી જેમાં બદલી થતી ન હોવાથી આ કર્મચારીએ આત્મવિલોપન કરવાની ચિમકી ઉચ્ચારી મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી જેમાં આ કર્મચારી અંતિમ પગલું ન ભરે તેની સમજ આપવી અને તકેદારી રાખવા મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા દાહોદ જિલ્લા વહીવટીતંત્રને આદેશ કરવામાં આવ્યો હતો કર્મચારી દ્વારા બદલી માટે આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારતા વહીવટી તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી.ત્યારે આ બાબતે મોટી ઢઢેલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે કર્મચારી દ્વારા બદલી માટે અરજી કરી હતી જેમાં તેણે આત્મવિલોપન કરવાની ચિમકી આપી હોવાનું તાલુકા કચેરીથી મને જાણવા મળ્યું છે અને આ કર્મચારી ફરજ દરમિયાન અંતિમ પગલું ન ભરે તે માટે તકેદારી રાખવા સૂચના અપાય છે.