Friday, 18/10/2024
Dark Mode

નકલી સોનાની બંગડીઓ વેચવા આવેલા “મી.નટવરલાલ” રિટાયર્ડ આર્મીમેનને વેપારીએ પોલીસને સોંપ્યો: પોલીસે કાર્યવાહી વગર છોડી મુકતા આશ્ચર્ય.

નકલી સોનાની બંગડીઓ  વેચવા આવેલા “મી.નટવરલાલ” રિટાયર્ડ આર્મીમેનને વેપારીએ પોલીસને સોંપ્યો: પોલીસે કાર્યવાહી વગર છોડી મુકતા આશ્ચર્ય.

હિતેશ કલાલ @ સુખસર 

સુખસરમાં સોનાની બંગડીઓ વેચવા  આવેલા ઠગને વેપારીએ પોલીસને  સોંપ્યો: પોલીસે કાર્યવાહી વગર છોડી મુકતા આશ્ચર્ય,સ્થાનિક વેપારીઓએ  સોનુ ટચ કરીને તપાસતા અસલી  હોવાનું જણાવ્યું.સંતરામપુર સોનીને  ત્યાં બંગડીઓ તપાસઅર્થે મોકલતા  નકલી હોવાનો ભાંડો ફૂટ્યો. 

 સુખસર તા.02

ફતેપુરા તાલુકાના સુખસરમાં મેન બજાર વિસ્તારમાં સોના-ચાંદીની દુકાન ધરાવતા વેપારી ને ત્યાં એક ગ્રાહક સોનાની બે બંગડીઓ વેચવા આવ્યો હતો જેમાં વેપારી દ્વારા બગડી ની તપાસ કરાવતા સોનાની હોવાનું જણાવ્યું હતું પરંતુ આ બંગડીઓ સંતરામપુર સોની ના વેપારી પાસે ચેક કરાવતા નકલી હોવાનો ભાંડો ફૂટયો હતો વેપારી દ્વારા ઠગને પકડીને પોલીસને સોંપવામાં આવ્યો હતો  પરંતુ  પોલીસ દ્વારા કોઈ પણ કાર્યવાહી વગર  છોડી મૂકયો હોવાનું જાણવા મળ્યું હતું.

 ફતેપુરા તાલુકાના સુખસરમાં મેઇન બજારમાં સોના ચાંદી ના વેપારી સુનિલ ભાઈ પંચાલ ની દુકાને એક ઈસમ સોનાની બંગડી વેચવા લઈને આવ્યો હતો જેમાં વેપારી દ્વારા આ બંગડીઓ ટચ કરીને તપાસ કરતા તેમજ અન્ય વેપારીઓને બતાવતા સોનાની બંગડી હોવાનું જાણવા મળ્યું હતું પરંતુ આ બંગડી ને સંતરામપુરમાં સોનીને ત્યાં તપાસ અર્થે મોકલતા ટુકડા કરી તપાસ કરતા નકલી હોવાનો ભાંડો ફૂટયો હતો જેથી વેપારી દ્વારા ઈસમને પકડી ને સુખસર પોલીસ મથકે લઇ જવાયો હતો અને પોલીસને સોંપ્યો હતો પરંતુ પોલીસ દ્વારા અટક ઇસમ સામે કોઈપણ જાતની કાર્યવાહી કર્યા વગર છોડી મુકતા આશ્ચર્ય સર્જાયું હતું. પોલીસ દ્વારા સોનાની નગરી બંગડીઓ પણ જપ્ત કરવામાં આવી ન હોવાનું જાણવા મળ્યું હતું જેને લઇને પ્રજામાં તરેહ તરેહની ચર્ચાઓ સ્થાન લીધું હતું

નકલી સોનુ પધરાવવા આવેલો ઠગ રિટાયર્ડ આર્મીમેન હોવાનું ઘસ્ફોટક: પોલીસ ઠગને ઓળખતી હોવાથી કાર્યવાહી વગર છોડી મૂક્યાનો વેપારીનો આક્ષેપ 

આ બાબતે વેપારી જોડે વાત કરતા તેઓએ જણાવેલ કે સોનાની બંગડીઓ વેચવા નાટક લીમડી ગામનો માળી સમાજનો હોવાનું તેના આધાર કાર્ડ પરથી જાણવા મળ્યું હતું અને તે પોતે રીટાયર્ડ મિલેટ્રી મેન હોવાનું જણાવ્યું હતું જેને અમોએ પકડીને પોલીસને સોંપ્યો હતો પોલીસ પણ આ ઠગને ઓળખતી હોવાનું જાણવા મળ્યું હતું. 

વેપારી જોડે કોઈ પણ જાતની છેતરપીંડી ન થતા તેઓએ લેખિતમાં સમાધાન કરતા કોઈ કાર્યવાહી કરી નહોતી  :-  પી.એસ.આઈ પારગી સુખસર પોલીસ મથક 

ઉપરોકત બનાવ સંદર્ભે ગઈકાલે વેપારી સોની નકલી સોનુ વેચાણ કરવા આવેલા વ્યક્તિને પકડી પોલીસ મથકે રજૂઆત કરવા આવ્યા હતા અમારી પાસે આવ્યા હતા. જેમાં તેમના જણાવ્યું હતું કે રીટાયર્ડ આર્મી મેન નકલી સોનું અમને વેચવા આવ્યો હતો અને અમોએ એને પકડ્યો છે. પણ અમારી જોડે કોઈ છેતરપિંડી થઇ નથી અમોને આ બનાવ સંદર્ભે કોઇ કાર્યવાહી કરવી નથી તેમ કહી લેખિતમાં સમાધાન કરી જતા રહ્યા હતા જેથી અમો એ આગળ કોઈ કાર્યવાહી કરી નહોતી. 

                                

error: Content is protected !!